VIDEO: જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, પ્લેટફોર્મ પહેલા 200 મીટર દૂર બની ઘટના
મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ સવારે 5.50 કલાકે બની છે. આ સમયે ટ્રેન પ્

મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ સવારે 5.50 કલાકે બની છે. આ સમયે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાનીતૈયારીમાં હતી. પ્લેટફોર્મ પાસે પર પહોંચતા પહેલા લગભગ 200 મીટર દૂરથી પાટા પરથી ઉતરી ગઈ હતી.
અત્યાર સુધીની માહિતી મુજબ ટ્રેન પ્લેટફોર્મથી લગભગ 200 મીટર દૂર હતી ત્યારે આ અકસ્માત થયો હતો. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
વેસ્ટ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, "ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. જ્યારે તે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી, ત્યારે ટ્રેનની ગતિ ધીમી હતી. આ દરમિયાન અચાનક 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે સવારે 5.50 વાગ્યે પ્લેટફોર્મથી લગભગ 150 મીટર દૂર પાટા પરથી ડબ્બા ઉતરી જવાની ઘટના બની હતી.
હવે ટ્રેન ઓપરેશનની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનને પણ પાટા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.






