મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમારી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવી મુશ્કેલ, PAKની ચીની મિસાઇલો પણ ફેલ થઇ'- એર ઓપરેશનના DG

It is difficult to penetrate our air defense system DG of Air Operations | ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ મંત્રોએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર

'અમારી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવી મુશ્કેલ, PAKની ચીની મિસાઇલો પણ ફેલ થઇ'- એર ઓપરેશનના DG

ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ મંત્રોએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા અન્ય વિસ્તારમાં રાત શાંતિપૂર્ણ રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિને લઇને સેનાની ત્રણેય પાંખના DGMOની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

અમે દુનિયાને પોતાની તાકાત બતાવી

એર માર્શલ એસકે ભારતીએ કહ્યું કે તુર્કીના ડ્રોનની વાત કરવામાં આવે તો કોઇ પણ ડ્રોન હોય અમે કોઇને પણ જવાબ આપવા તૈયાર છીએ. અમે બતાવી દીધુ કે અમારી સામે કોઇ પણ આવી જાય તેને જવાબ આપવામાં સક્ષમ છીએ. અમારે વધારે કંઇ કહેવાની જરૂર નથી, અમે દુનિયાને બતાવી દીધુ છે.

અમારી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવી મુશ્કેલ

એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે પાકિસ્તાન આર્મીએ અમને જવાબ આપવા મજબૂર કર્યા અને અમે પુરી તાકાત સાથે જવાબ આપ્યો. આપણી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવી મુશ્કેલ છે. અમે ચીનની મિસાઇલને તોડી પાડી હતી.

પહેલગામના પાપનો ઘડો ભરાઇ ગયો હતો-સેના

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી આતંકની ગતિવિધિમાં બદલાવ થયો હતો, આપણા નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા. પહેલગામમાં પાપનો આ ઘડો ભરાઇ ગયો હતો, તે બાદ જે થયુ તેના વિશે આપણે વિસ્તારથી વાત કરી ચુક્યા છીએ. આપણે સ્ટ્રાઇક કરી.અમને પુરો અંદેશો હતો કે પાકિસ્તાન પણ પ્રહાર કરશે, માટે અમે પોતાની એર ડિફેન્સની પુરી તૈયારી કરી લીધી હતી.

ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના હુમલા રોક્યા

પહેલગામ હુમલા બાદ Operation Sindoorમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકના ઠેકાણાને નષ્ટ કરી નાખ્યા હતા જેમાં 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે બાદ પાકિસ્તાને બેબાકળા બનીને ભારત પર ડ્રોન હુમલા શરૂ કર્યા હતા જેનો ભારતે જડબાતોડ જવાબ  આપ્યો હતો. પાકિસ્તાનના હુમલાની કાર્યવાહીમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય સુરક્ષા કવચ બનીને ઉભા રહ્યાં હતા.

આ સમાચાર શેર કરો