IRS અધિકારી સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી! મુંબઇમાં લડશે વિધાનસભા ચૂંટણી

મહારાષ્ટ્રના જાણીતા IRS અધિકારી સમીર વાનખેડે રાજકારણમાં એન્ટ્રી કરવા જઇ રહ્યાં છે. સમીર વાનખેડે શિવસેના (શિંદે) જૂથમાં સામેલ થશે. સમીર વાનખેડે મુંબઇની ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
રાજકારણમાં પ્રવેશ કર્યા પહેલા સમીર વાનખેડેએ IRSના પદેથી રાજીનામું આપવું પડશે અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજીનામું સ્વીકાર કરવું પડશે. તે બાદ રાજકારણમાં સમીર વાનખેડેની એન્ટ્રીનો રસ્તો સાફ થશે.
કોણ છે સમીર વાનખેડે?
44 વર્ષના સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. 2021 સુધી તેમને મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. NCBમાં સામેલ થયા પહેલા સમીર વાનખેડેએ રાષ્ટ્રીય તપાસ એજન્સી અને એર ઇન્ટેલિજન્સ યૂનિટ સાથે કામ કર્યું છે.
પોતાની કરિયર દરમિયાન સમીર વાનખેડેએ ડ્રગ એન્ફોર્સમેન્ટ સાથે જોડાયેલી એજન્સીઓમાં વિવિધ પદો પર કામ કર્યું છે. સમીર વાનખેડે ડ્રગ તસ્કરો અને તેમના નેટવર્કને નિશાન બનાવીને રેડ મારવા, ગુપ્ત ઓપરેશન કરવા અને અંડરકવર તપાસ કરવામાં સક્રિય રીતે સામેલ રહ્યાં છે. પોતાના 15 વર્ષના કરિયર દરમિયાન સમીર વાનખેડેએ 17000 કિલોગ્રામ નશીલા ડ્રગ્સ પદાર્થ અને 165 કિલોગ્રામ સોનું જપ્ત કરવાનો શ્રેય આપવામાં આવે છે.
આ ઘટનામાં ચર્ચામાં રહ્યાં
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ગ્રુપના ડ્રગ્સ નેક્સસને તોડવો, ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાયક વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગ કેસ, સિંગર મીકા સિંહની કસ્ટમ ચોરીની ઘટના, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કોર્ડલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં નાખવા જેવા કેસ હેન્ડલ કરનારા સમીર વાનખેડેની જાંબાજ અધિકારીઓમાં ગણના થાય છે.
મહત્ત્વપૂર્ણ છે કે ધારાવી વિધાનસભા બેઠક પર વર્તમાન કોંગ્રેસ સાંસદ અને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ ધારાસભ્ય છે. આ બેઠક પર વર્ષા ગાયકવાડ પોતાના બહેનને કોંગ્રેસના ઉમેદવાર બનાવવા માંગે છે. હવે આ બેઠક પરથી સમીર વાનખેડેના ચૂંટણી લડવાની ચર્ચા છે.

