મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પ્રમોશનના બહાને અમારી લાજ લૂંટવા માંગે છે IPS અધિકારી', 7 મહિલા પોલીસ કર્મીએ લગાવ્યો આરોપ

હરિયાણાના જીંદ જિલ્લામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓએ જિલ્લામાં તૈનાત IPS અધિકારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ બાબત

'પ્રમોશનના બહાને અમારી લાજ લૂંટવા માંગે છે IPS અધિકારી', 7 મહિલા પોલીસ કર્મીએ લગાવ્યો આરોપ

હરિયાણાના જીંદ જિલ્લામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓએ જિલ્લામાં તૈનાત IPS અધિકારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ બાબતે મહિલા પોલીસ કર્મચારીઓએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પત્ર લખ્યો છે. 7 મહિલા પોલીસકર્મીઓની આ પત્રમાં સહી પણ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો પત્ર 

આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સરકાર એક્શનમાં આવી છે અને તપાસના આદેશ આપ્યા છે. આ કેસની નોંધ લેતા હરિયાણા રાજ્ય મહિલા આયોગે એસપી સુમિત કુમારને સમન્સ પાઠવ્યા હતા. 

7 મહિલા પોલીસકર્મીઓના ગંભીર આક્ષેપો

સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે,SHO,DSP અને IPS અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ SHO અને DSP બંને મહિલાઓ છે.

30 ઓક્ટોબરે આ કેસનો તપાસ રિપોર્ટ સબમિટ કર્યો 

જીંદમાં મહિલા પોલીસ કર્મચારીઓના યૌન શોષણના મામલામાં મહિલા આયોગ બીજી વખત સુનાવણી કરવા જઈ રહ્યું છે. 30 ઓક્ટોબરે પંચે આ કેસના તપાસ અધિકારી એસપી આસ્થા મોદીને બોલાવ્યા હતા. જોકે, તેમણે તેમની જગ્યાએ ડીએસપીને મોકલી તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો. 

મહિલા પોલીસકર્મીઓનું શોષણ 

મહિલા આયોગ પંચના અધ્યક્ષ રેણુ ભાટિયાએ એસપી સાથે વીડિયો કોલ પર પણ વાત કરી હતી, જે બાદ રેણુ ભાટિયાએ મહિલા પોલીસકર્મીઓને રૂબરૂ વાત કરવાનું કહ્યું હતું. 7 મહિલા પોલીસ કર્મચારીઓ આરોપી SHO અને DSPની સામે તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કરશે. નોંધનીય છે કે આ કેસમાં અધ્યક્ષ રેણુ ભાટિયાની માંગ પર આરોપી IPS અધિકારી, મહિલા SHO, DSPની બદલી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: 'ટ્રમ્પ મારા પિતા છે', મુસ્લિમ યુવતીનો મોટો દાવો

પોલીસ મહિલાકર્મી મહિલા આયોગ સમક્ષ હાજર થશે

સરકારે 3 નવેમ્બરે ADGP મમતા સિંહના નેતૃત્વમાં આ કેસમાં SITની રચના કરી હતી. બીજા દિવસે 4 ઑક્ટોબરે, ADGP એ જિલ્લા પર પહોંચ્યા જ્યાં આરોપી IPS અધિકારી તૈનાત હતા. પોલીસ લાઈનમાં તેણે 30 મહિલા પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ મમતા સિંહે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કમિટીની તપાસ DGPને સોંપવામાં આવશે.    

આ સમાચાર શેર કરો