મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્સરથી પીડિત પત્નીનું મોત થતા IPS ચેટિયા તિનસુકિયાએ કરી આત્મહત્યા

આસામના ડીજીપી જીપી સિંહે પોતાની પોસ્ટમાં કહ્યું, 'આ ઘટનાનો દુર્ભાગ્યપૂર્ણ વળાંક છે

કેન્સરથી પીડિત પત્નીનું મોત થતા IPS ચેટિયા તિનસુકિયાએ કરી આત્મહત્યા

આસામના ડીજીપી જીપી સિંહે પોતાની પોસ્ટમાં કહ્યું, 'આ ઘટનાનો દુર્ભાગ્યપૂર્ણ વળાંક છે. આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેટિયાએ આજે ​​સાંજે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ 2009 બેચના IPS અધિકારી હતા.

પત્નીના મૃત્યુ બાદ IPS અધિકારીએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આસામના ડીજીપી જીપી સિંહે પોતે એક્સ પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમને પોતાની પોસ્ટમાં કહ્યું, “આ ઘટનાઓનો દુર્ભાગ્યપૂર્ણ વળાંક છે. આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેટિયાએ આજે ​​સાંજે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ 2009 બેચના IPS અધિકારી હતા. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી પત્નીના અવસાન બાદ તેમણે આ પગલું ભર્યું હતું. તબીબે આજે તેમને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર આસામ પોલીસ પરિવાર ઘેરા શોકમાં છે.”

પોલીસ અધિકારીઓએ આ કેસ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે IPS ઓફિસર ચેટિયાએ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં આત્મહત્યા કરી છે. તેમણે પોતાની સરકારી રિવોલ્વરથી પોતાને ગોળી મારી, જ્યાં તેની પત્નીનું મૃત્યુ થયું. જણાવી દઈએ કે રાજ્યના ગૃહ સચિવ તરીકે પોસ્ટિંગ કરતા પહેલા ચેટિયા તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) રહી ચૂક્યા છે. તેમણે આસામ પોલીસની ચોથી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે સેવા આપી હતી.

બીજી તરફ, ઝારખંડના બોકારો જિલ્લામાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના એક જવાને તેની પત્નીનું ગળું દબાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સાંજે હરલા પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-8 સ્થિત તેમના સત્તાવાર આવાસ પર બની હતી. તેમણે જણાવ્યું કે દંપતી પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુરુષ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદમાં વધી ગયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, 'CISF જવાનોએ પહેલા તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી.' પોલીસના જણાવ્યા અનુસાર, બંનેના લગ્ન વર્ષ 2008માં થયા હતા.

આ સમાચાર શેર કરો