Video: દાહોદમાં ATSની સઘન તપાસ

દાહોદમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપી મોહમ્મદ શહરૂલ ઇસ્લામને લઈને ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. ATSની ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ કરી અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ-ઝાલોદ રોડ પર પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ATS દ્વારા આ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. આતંકી સંગઠન સાથેના કથિત જોડાણ અને આરોપીની પ્રવૃત્તિઓ અંગે પુરાવા એકત્રિત કરવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
જાહેરાત














