ખડગે, સોનિયા અને રાહુલની મુલાકાત છતાં સ્ટાલિન અડગ; સીમાંકન બિલને આપશે સમર્થન

ખડગે, સોનિયા અને રાહુલની મુલાકાત છતાં સ્ટાલિન અડગ; સીમાંકન બિલને આપશે સમર્થન
તસવીર: X
આ સમાચાર સાંભળો

સીમાંકન બિલ 2026ને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન DMK પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈ સ્થિત પોતાના નિવાસસ્થાને I.N.D.I.A. બ્લોકના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જોકે, આ બેઠક બાદ સ્ટાલિને સીમાંકન બિલને સમર્થન જાહેર કરતાં વિપક્ષી ગઠબંધન માટે મુશ્કેલી ઊભી થઈ છે.

સીમાંકન બિલ મુદ્દે DMKની ભૂમિકા મહત્ત્વપૂર્ણ

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રસ્તાવિત સીમાંકન બિલનો વિરોધ કરવા માટે વિપક્ષી એકતા મજબૂત કરવા અને સ્ટાલિનનું સમર્થન મેળવવાના હેતુથી આ મુલાકાત યોજાઈ હતી.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે સીમાંકનના મુદ્દે DMKની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ભારતનાં રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વ પર સીમાંકનની સંભવિત અસરને લઈને DMK દ્વારા અગાઉ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ જ મુદ્દે વિપક્ષી નેતાઓ સ્ટાલિન સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા.

જોકે, બેઠક બાદ સ્ટાલિને બિલને સમર્થન આપવાની જાહેરાત કરતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સ્ટાલિનના આ વલણથી INDIA બ્લોકની સીમાંકન વિરોધી રણનીતિ સામે નવો પડકાર ઊભો થયો છે. હવે આ મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો આગળ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત