Video: ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સાથે ક્રિકેટર મોહમ્મદ શમીની મુલાકાત, રાજકીય અટકળો તેજ

ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથેની મુલાકાતે રાજકીય ગરમાવો લાવ્યો છે. આ મુલાકાત દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલી તેમજ અમરોહાના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મોહમ્મદ ઉસ્માન પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ભાજપના ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિશેષ આમંત્રિત સભ્ય બનાવાયા બાદ શમીની આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
જાહેરાત














