Video: સ્ટાલિનને મનાવવા ચેન્નાઈ પહોંચેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગેનો કોંગ્રેસ વિરોધી નારાઓથી થયો સામનો

સોર્સ: gstv

સીમાંકન બિલના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકમાં મતભેદો સામે આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની ડીએમકે દ્વારા કેન્દ્ર સરકારના સીમાંકન બિલને સમર્થન આપવાની જાહેરાત બાદ કોંગ્રેસની ચિંતા વધી છે. સ્ટાલિનને મનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ચેન્નાઈ પહોંચ્યા. જોકે, સ્ટાલિનના નિવાસસ્થાન બહાર એકઠા થયેલા સમર્થકોએ ગો બેક કોંગ્રેસના પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ શરદ પવાર જૂથની એનસીપીએ પણ બિલને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત