સીમાંકન બિલને લઈ હાઈવોલ્ટેજ ડ્રામા, ચેન્નાઈમાં સ્ટાલિન સાથે INDIA બ્લોકના દિગ્ગજ નેતાઓની બેઠક

સીમાંકન બિલને લઈ હાઈવોલ્ટેજ ડ્રામા, ચેન્નાઈમાં સ્ટાલિન સાથે INDIA બ્લોકના દિગ્ગજ નેતાઓની બેઠક
તસવીર: X
આ સમાચાર સાંભળો

સીમાંકન બિલ 2026ને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન DMK પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈ સ્થિત પોતાના નિવાસસ્થાને I.N.D.I.A. બ્લોકના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

સ્ટાલિનનું સમર્થન મેળવવા યોજાઈ બેઠક

જાહેરાત

પ્રસ્તાવિત સીમાંકન બિલના વિરોધમાં વિપક્ષી એકતા મજબૂત કરવા અને સ્ટાલિનનું સમર્થન મેળવવા માટે આ બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારના બિલને DMK દ્વારા સમર્થન આપવાની જાહેરાત બાદ વિપક્ષી ગઠબંધનમાં રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. આ સ્થિતિમાં સ્ટાલિન સાથેની મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બેઠક દરમિયાન સીમાંકન બિલનો વિરોધ કરવા માટેની સંયુક્ત રણનીતિ અને સંસદમાં વિપક્ષની આગળની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ભારતનાં રાજ્યોના પ્રતિનિધિત્વ પર સીમાંકનની સંભવિત અસરનો મુદ્દો પણ મહત્ત્વનો બની રહ્યો છે. હવે આ બેઠક બાદ INDIA બ્લોક સીમાંકન બિલ સામે કઈ રણનીતિ અપનાવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત