મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈરાન-ઈઝરાયેલ તણાવ પર ભારતનું નિવેદન, બંને દેશોને કરી આવી અપીલ 

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ બાદ ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતીય વિદ

ઈરાન-ઈઝરાયેલ તણાવ પર ભારતનું નિવેદન, બંને દેશોને કરી આવી અપીલ 

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ બાદ ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી અમે ખૂબ જ ચિંતિત છીએ. જેના કારણે આ વિસ્તારની શાંતિ અને સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. અમે તાત્કાલિક ડી-એસ્કેલેશન, સંયમ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ.

https://twitter.com/ANI/status/1779335964441387208?


વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. પ્રદેશમાં અમારા દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્ત્વનું છે કે પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.

આ સમાચાર શેર કરો