મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશનો મોસ્ટ વોન્ટેડ સલીમ પિસ્ટલ ઝડપાયો, નેપાળ સરહદેથી પોલીસે દબોચ્યો; પાક કનેક્શન સામે આવ્યું

દેશનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઝડપાયો છે.દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે શેખ સલીમ ઉર્ફ સલીમ પિસ્ટલન

દેશનો મોસ્ટ વોન્ટેડ સલીમ પિસ્ટલ ઝડપાયો, નેપાળ સરહદેથી પોલીસે દબોચ્યો; પાક કનેક્શન સામે આવ્યું

દેશનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઝડપાયો છે.દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે શેખ સલીમ ઉર્ફ સલીમ પિસ્ટલને નેપાળ બોર્ડરથી દબોચી લેવામાં આવ્યો છે. સલીમ ગેરકાયદેસર હથિયોરોનો મોટો સપ્લાયર છે જેને કારણ તેને સલીમ પિસ્ટલના નામથી ઓળખવામાં આવે છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે સલીમને ઇન્ડો-નેપાળ બોર્ડરથી પકડવામાં આવ્યો હતો અને કેટલાક કલાકની પૂછપરછ અને વેરિફિકેશન બાદ તેની ધરપકડ કરી દિલ્હી લાવવામાં આવ્યો છે.

સલીમ પિસ્ટલ 2018થી ફરાર હતો

સલીમ પિસ્ટલની 9 ઓગસ્ટે ધરપકડ કરી દિલ્હી લાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે તે 2018થી પાકિસ્તાનમાંથી હથિયારો અને જિગાના પિસ્ટલની તસ્કરી કરતો હતો. પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI સાથે તેના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. સલીમ પિસ્ટલનું અસલી નામ શેખ સલીમ છે.

સલીમ પિસ્ટલ 2018થી ફરાર હતો. તે પ્રથમ વ્યક્તિ છે જે ભારતમાં ગેન્ગસ્ટર્સને જિગાના પિસ્ટોલ પુરી પાડતો હતો. તે કેટલાક વર્ષથી પાકિસ્તાનમાંથી આધુનિક હથિયારોની ગેરકાયદેસર તસ્કરીમાં જોડાયેલો હતો. લાંબા સમયથી દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેને શોધતી હતી.
 
દિલ્હી પોલીસના અધિકારી સલીમ પિસ્ટલની પૂછપરછ કરી રહ્યાં છે. સૂત્રો અનુસાર પૂછપરછમાં સૌથી પહેલા ISI સાથે તેના સંપર્કને લઇને સવાલ પૂછવામાં આવી શકે છે. ભારતમાં કેટલીક હત્યાઓમાં પણ સલીમનું નામ આવી ચુક્યુ છે. તે દિલ્હીના સલીમપુરનો રહેવાસી છે.

આ સમાચાર શેર કરો