પાકિસ્તાની બેટિંગ APPનું પ્રમોશન કરતા હતા ભારતીય સેલેબ્સ? ED એક્શન લેવાની તૈયારીમાં
Indian celebs promoting Pakistani batting APP? taking ED action | અમદાવાદની લોકલ ED ઓફિસે મેજિકવિન નામની એક બેટિંગ વેબસાઇટ કેસમાં મોટું અપડેટ આપ્યું છે. તપાસ

અમદાવાદની લોકલ ED ઓફિસે મેજિકવિન નામની એક બેટિંગ વેબસાઇટ કેસમાં મોટું અપડેટ આપ્યું છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે દિલ્હી, મુંબઇ અને પૂણેના 21 વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે. આ એપ ટી-20 વર્લ્ડકપ મેચનું ગેરકાયદેસર પ્રસારણને લઇને ઓનલાઇન સટ્ટાબાજી કેસમાં સામેલ રહી છે.
EDએ જાણકારી આપી હતી કે PMLA એટલે કે મની લૉન્ડ્રિંગની જોગવાઇ હેઠળ 10 અને 12 ડિસેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 30 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ પાકિસ્તાની વેબસાઇટ છે, જેનું સંચાલન મુખ્ય રીતે દૂબઇમાં કામ કરતા ભારતીય નાગરિક કરે છે.
બેટિંગ એપ સાથે જોડાયેલા કેસમાં શું છે આરોપ?
તપાસમાં એવી પણ ખબર પડી કે વેબસાઇટ પર બતાવવામાં આવતી સટ્ટાબાજીની રમત મૂળ ફિલિપાઇન્સ અને અન્ય દેશમાં રમાઇ હતી જે સટ્ટાબાજીની ગતિવિધિની પરવાનગી આપે છે અને મૂળ રમતની APIની નકલ કરી મેજિકવિન વેબસાઇટ પર પ્રસારિત કરે છે.
ED દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, જમા, દાંવ લગાવવા અને રોકાણ સંબંધિત સટ્ટાબાજીની ગતિવિધિઓને મેજિકવિનના માલિકો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે ખેલાડીઓ દ્વારા બેન્કના ખાતામાં જમા કરવામાં આવેલા અને મેજિકવિન વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી રકમને વિવિધ બેન્ક ખાતાને વિવિધ માધ્યમથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
હવાલા ચેનલોથી દૂબઇ પૈસા મોકલવામાં આવ્યા
આ સિવાય, માલિકોના લાભ ધરાવતા ભાગને ક્રિપ્ટો પરિસંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું અથવા કેસને હવાલા ચેનલોના માધ્યમથી દૂબઇ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય ખેલાડી/સટ્ટાબાજીની જીતની રકમ પેમેન્ટ ગેટવે/એગ્રીગેટર્સ સાથે બનાવવામાં આવેલી વિવિધ શેલ કંપનીઓના મર્ચન્ટ ખાતાના માધ્યમથી તેમના સંબંધિત બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. જીતની રકમ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT)ના માધ્યમથી પણ ખેલાડીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: VIDEO: 'રાહુલ ગાંધીએ ધક્કો મારતા હું પડી ગયો', ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદમાં ઇજાગ્રસ્ત થયા
બોલિવૂડ સેલેબ્સે કર્યું હતું પ્રમોશન
એવો પણ આરોપ છે કે આ બેટિંગ એપ માટે કેટલાક ઇન્ડિયન સેલેબ્સે પ્રમોશન પણ કર્યું હતું જેના માટે તેમની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. તપાસ દરમિયાન એવી પણ ખબર પડી કે મેજિકવિને ભારતમાં એક લોન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કેટલાક બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ હસ્તીઓએ મેજિકવિનની જાહેરાત માટે વીડિયો અને ફોટોશૂટ પણ કર્યા હતા તથા તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી હતી.







