મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચીનના 'વોટર બોમ્બ'ને ટક્કર આપવા ભારતનો મેગા પ્લાન! અરૂણાચલમાં બાંધશે સૌથી મોટો ડેમ

ચીનના વિશાળ ડેમને ટક્કર આપવા ભારત સરકારે મેગા પ્લાન શરૂ કરી દીધો છે.સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર એક

ચીનના 'વોટર બોમ્બ'ને ટક્કર આપવા ભારતનો મેગા પ્લાન! અરૂણાચલમાં બાંધશે સૌથી મોટો ડેમ

ચીનના વિશાળ ડેમને ટક્કર આપવા ભારત સરકારે મેગા પ્લાન શરૂ કરી દીધો છે.સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર એક વિશાળ હાઈડ્રોપાવર અને જળ-સુરક્ષા પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધું છે. રિપોર્ટ મુજબ પ્રોજેક્ટ હેઠળ ભારતનો સૌથી મોટો અને લગભગ 280 મીટર ઊંચો બંધ બનાવવામાં આવી શકે છે. પ્રોજેક્ટથી 11200થી 11600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ વીજ ઉત્પાદન નહીં, પરંતુ ચીનની જળ-નીતિનો જવાબ આપવાનો છે.

ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યો છે વિશાળ ડેમ

વાસ્તવમાં ચીન તિબેટના યારલુંગ ત્સાંગપોમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યો છે, જેને ભારત માટે ‘વોટર બોમ્બ’ સમાન કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ જો ચીન અચાનક પાણી રોકે કે છોડે તો ભારતને મોટું નુકસાન થઈ શકે છે. જો તેઓ અચાનક પાણી છોડશે તો સિયાંગ નદીનો સંપૂર્ણ વિનાશ થઈ શકે છે. ડેમની અસર માત્ર અરુણાચલ પ્રદેશમાં જ નહીં, આસામને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. 

ભારતનો સૌથી મોટો બંધ સુરક્ષા કવચ સાબિત થશે

અરૂણાચલમાં તૈયાર કરવામાં આવી રહેલા પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું માનવું છે કે, ચીનના વિશાળ બંધનો સામનો કરવા માટે ભારતે પણ બંધ બનાવવો જરૂરી છે. જો ચીન અચાનક પાણી રોકે કે છોડે, તો ભારતે બનાવેલો બંધ પૂર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પર કંટ્રોલ મેળવી શકે છે, જેથી બંધ એક સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે.

CM પેમા ખાંડુએ ચીનના બંધને વોટર બોમ્બ ગણાવ્યો

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનના બંધને વોટર બોમ્બ ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ચીનનો બંધ આદિવાસી સમાજના અસ્તિત્વ પર ખતરો ઉભો કરી શકે છે. ચીને અત્યાર સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય જળસંધી પર હસ્તાક્ષર કર્યા નથી. 

આ સમાચાર શેર કરો