મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:વર્ષના અંતિમ દિને ભારતનો ડબલ ધમાકો, બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું બે વખત સફળ પરીક્ષણ

ભારતે આજે (31 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વદેશી જ્ઞાન અને કૌશલ્યથી નિર્મિ

VIDEO:વર્ષના અંતિમ દિને ભારતનો ડબલ ધમાકો, બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું બે વખત સફળ પરીક્ષણ

ભારતે આજે (31 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વદેશી જ્ઞાન અને કૌશલ્યથી નિર્મિત, ટૂંકા અંતરની સપાટીથી સપાટી પર માર કરનારી ‘પ્રલય’ મિસાઈલનું ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી એક જ કલાકના ગાળામાં સતત બે વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે ભારતીય સેનાની વ્યૂહાત્મક શક્તિમાં અનેકગણો વધારો થયો છે.

‘પ્રલય’ મિસાઈલની ખાસિયતો?

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી ‘પ્રલય’ એક અર્ધ-બેલેસ્ટિક વ્યૂહાત્મક મિસાઈલ (SRBM) છે.
1) ભયાનક પ્રહાર શક્તિ : આ મિસાઈલ 150 કિલોમીટરથી 500 કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના ઠેકાણાઓને સચોટ નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તે 350 કિલોગ્રામથી લઈને 1000 કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો વહન કરી શકે છે, જેમાં કવચ વિરોધી વોરહેડનો પણ સમાવેશ થાય છે.
2) દુશ્મનને ચકમો આપવામાં સક્ષમ : પ્રલય મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઉડાન દરમિયાન હવામાં જ પોતાનો રસ્તો બદલી શકે છે. આ ક્ષમતાને કારણે તે દુશ્મનની ઈન્ટરસેપ્ટર મિસાઈલોને સરળતાથી ચકમો આપી શકે છે.

3) અત્યાધુનિક ટેકનોલોજી : આ મિસાઈલ અત્યાધુનિક નેવિગેશન અને એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ છે. તેને મલ્ટિ-એક્સલ ટ્રક (TEL) દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી તૈનાત કરી શકાય છે.
4) પરમાણુ હથિયાર વિના પણ વિનાશક : વર્ષ 2022માં સેવામાં સામેલ થયેલ આ મિસાઈલ પરમાણુ હથિયારોના ઉપયોગ વિના પણ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. આ મિસાઈલની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે યુદ્ધના મેદાનમાં ટૂંકા ગાળામાં મોટું નુકસાન પહોંચાડી શકે.

સંરક્ષણ મંત્રી અને DRDO ચીફે ટીમને અભિનંદન પાઠવ્યા

આજના સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓની આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી. કામતે પણ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતની પ્રશંસા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આગામી દિવસોમાં અન્ય ઘણી નવી અને અત્યાધુનિક મિસાઈલોના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. સાથે જ જૂની મિસાઈલ સિસ્ટમ્સના આધુનિકીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો