ભારત ક્યારેય કોઇની સામે નહીં ઝુકે, જયશંકરનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં યોજાયેલી અરાવલી સમિટમાં વિદેશ મંત્રી એ

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં યોજાયેલી અરાવલી સમિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત ક્યારેય કોઈની સામે ઝૂક્યું નથી અને આજના સમયમાં પણ ઝૂકવાનું પ્રશ્ન નથી. તેમણે પાકિસ્તાન અને અમેરિકાને આડકતરી રીતે જવાબ આપતાં કહ્યું કે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી વધુ મજબૂત બની છે. દક્ષિણ એશિયામાં દરેક સંકટના સમયે ગો- ટૂ ઓપ્શન બનાવવું પડશે. ભારતે કો-ઓપરેશન માટે પોતે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા પડશે. જયશંકરે કહ્યું કે ઉપખંડમાં દરેક કટોકટીમાં ભારત હંમેશા પ્રથમ પસંદગી બનવું જોઈએ. ભારતના દ્રષ્ટિકોણથી માંગ, વસ્તી વિષયક ડેટા જેવા પરિબળો તેની પ્રગતિને આગળ ધપાવશે. SIS ભારતની ક્ષમતા નિર્માણમાં મોખરે રહ્યું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસને પ્રેરણા આપી છે.
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની અરાવલી સમિટમાં બોલતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારત ઇતિહાસમાં ક્યારેય નબળું હોવા છતાં કોઈ દેશ સામે ઝૂક્યું નથી, અને આજના સમયમાં તો તેનું ઝૂકવું કે ડરવું શક્ય જ નથી. ભારતની ઓટોનોમીના વિચારને અમુક દેશોના વ્યવહારે મજબૂત બનાવ્યો છે. આ નિવેદન આપીને દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આડકતરી રીતે પાકિસ્તાન અને અમેરિકાને જવાબ આપ્યો છે.
જયશંકરે કહ્યું કે વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરવા માટે ભારતે દક્ષિણ એશિયામાં દરેક સંકટ સમયે ગો-ટૂ ઓપ્શન બનાવવું પડશે. ભારતે આ રાજકીય અસ્થિરતાના આ દોરમાં કો-ઓપરેશન માટે જાતે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડશે. ઉપખંડમાં દરેક કટોકટીમાં ભારત હંમેશા પ્રથમ પસંદગી બનવું જોઈએ.
વૈશ્વિક પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે વિશ્વ હવે સહયોગથી દૂર જઈ હરીફાઈ તરફ વધી રહ્યું છે અને હથિયારકરણના કારણે અસ્થિરતા વધી રહી છે. આ સ્થિતિમાં ભારતે પોતાની સ્વતંત્ર રણનીતિ ઘડીને આગળ વધવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ભારતે પોતાના હિતોનું રક્ષણ કરતા ગ્લોબલ સ્તરે પોતાની ઉપસ્થિતિ વધારવી જોઈએ.
જયશંકરે JNUની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝને (SIS) ભારતને અગ્રણી શક્તિ બનાવવામાં વધુ જવાબદારી લેવાની સલાહ આપી અને જણાવ્યું કે 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્ય માટે પોતાનાં વિચારો અને માર્ગદર્શનથી નવી વાર્તા લખવી જરૂરી છે.




