મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીએ હલવા સેરેમની પર એવું તો શું કહ્યું કે નિર્મલા સીતારમણે માથું પકડી લીધુ

સંસદના ચોમાસા સત્રનો નવમો દિવસ છે. સંસદના બન્ને સદનમાં દિલ્હી કોચિંગ દૂર્ઘટનાનો મુદ્દો ઉઠાવવામા

રાહુલ ગાંધીએ હલવા સેરેમની પર એવું તો શું કહ્યું કે નિર્મલા સીતારમણે માથું પકડી લીધુ

સંસદના ચોમાસા સત્રનો નવમો દિવસ છે. સંસદના બન્ને સદનમાં દિલ્હી કોચિંગ દૂર્ઘટનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024ને લઇને સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ બજેટ પહેલા હલવા સેરેમનીને લઇને એવું કહ્યું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના માથા પર હાથ મુકી દીધા હતા. 

બજેટ 20 અધિકારીઓએ તૈયાર કર્યું પણ... 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ ફોટામાં બજેટની ખીર વહેંચવામાં આવી રહી છે, તેમાં એક પણ આદિવાસી, દલિત કે પછાત અધિકારી દેખાતા નથી. 20 અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું, અમને જાણવા મળ્યું છે. મારી પાસે નામ છે, 20 લોકોએ હિન્દુસ્તાનનો હલવો વહેંચવાનું કામ કર્યું છે. તેમાંના બે જ છે - એક લઘુમતી અને એક ઓબીસી. ફોટામાં તમે એમને આવવા ન દીધા. 

સત્તાપક્ષને ફરી એકવાર હિન્દુવાળો ટોણો માર્યો 

રાહુલ ગાંધીએ સત્તાપક્ષને કહ્યું કે તમે હિન્દુઓને સારી રીતે સમજતા જ નથી. પોતાને હિન્દુ કહો છો પરંતુ તમે હિન્દુ ધર્મ વિશે સમજતા નથી. નફરત, હિંસા દેશનો મિજાજ નથી. કમલવાળા લોકોને દેશનો મિજાજ સમજાયો નથી.

નાણામંત્રીને કહ્યું હસશો નહીં... 

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના 95 ટકા લોકો ઇચ્છે છે કે જાતિ આધારિત વસતી ગણતરી થાય. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે દેશમાં તેમની ભાગીદારી કેટલી છે? જાતિ આધારિત વસતી ગણતરીથી દેશ બદલાશે. નાણામંત્રી તરફ જોતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તે હસી રહ્યા છે. આ કોઈ હસવાની વાત નથી. આ પદ્માવ્યુ લોકો વિચારી રહ્યા છે કે દેશનો યુવા અભિમન્યુ છે. આ અભિમન્યુ નથી, તે તમારા ચક્રવ્યૂહને તોડી નાખશે. 

I.N.D.IA ગઠબંધને PM મોદીનો અહંકાર તોડ્યો- રાહુલ ગાંધી

લોકસભામાં બજેટ ભાષણ પર બોલતા રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે અમારા I.N.D.I.A. ગઠબંધને વડાપ્રધાન મોદીનો અહંકાર તોડી નાંખ્યો છે, આત્મવિશ્વાસ ડગમગાવી નાખ્યો છે. હું ચેલેન્જ સાથે કહું છું કે, તેઓ હવે મારી સ્પીચ વખતે ફરી ક્યારેય ગૃહમાં નહીં જોવા મળે. હવે લડાઈ શિવજીની જાન અને ચક્રવ્યૂહ વચ્ચે છે. અમે 6 લોકો દ્વારા રચીત ચક્રવ્યૂહને તોડી નાખીશું. આજે દરેક લોકો જાતિ આધારિત વસતી ગણતરી ઈચ્છે છે જ્યારે સત્તાપક્ષ એ કરાવવા માગતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે મિડલ ક્લાસ બજેટથી પહેલા વડાપ્રધાનનો ટેકેદાર હતો. કોવિડ સમયે જ્યારે થાળી વગાડવા કહ્યું કે ત્યારે મિડલ ક્લાસના લોકોને થાળી વગાડી. તમે કહ્યું કે મોબાઇલ ફોનની ટોર્ચ સળગાવો તો મિડલ ક્લાસના લોકોએ એ પણ કર્યું પણ તમે મિડલ ક્લાસની પીઠમાં છરો ભોંક્યો. હવે મિડલ ક્લાસના લોકો તમને છોડી દેશે અને અહીં આવી જશે.

દેશમાં લગભગ 73 ટકા લોકો દલિત, આદિવાસી અને પછાત વર્ગના છે. આ મુખ્ય શક્તિઓ છે અને સત્ય એ છે કે તેમને ક્યાંય સ્થાન મળતું નથી. રાહુલ ગાંધીએ એક ફોટો બતાવ્યો. સ્પીકરે તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે હવે વિપક્ષના નેતા છો, તમે ગૃહની મર્યાદા જાળવો. તેના પર  રાહુલે ફોટો બતાવ્યો. ત્યારે સ્પીકરે કહ્યું કે હું ગૃહમાં પોસ્ટર લાવવા નહીં દઉં, આ ખોટું છે. 

વડાપ્રધાન પર તાક્યું નિશાન 

ગૃહમાં રાહુલ ગાંધીએ સત્તાપક્ષ તરફ ઈશારો કરીને કહ્યું કે પહેલું પગલું I.N.D.I.A. એલાયન્સ દ્વારા લેવામાં આવ્યું અને તમારો આત્મવિશ્વાસ ડગમગી ગયો. તમારા વડાપ્રધાન મારા ભાષણમાં નહીં આવે. આ કમળ વ્યૂ ધરાવતા લોકો ભારતની પ્રકૃતિને સમજી ના શક્યા.

આ સમાચાર શેર કરો