ઓ બાપ રે...! પુરી- શાક વેચનારા દુકાનદાર પર GST ટીમના દરોડા, કમાણી જાણીને તમે પણ ચોંકી જશો
યુપીના ગાઝિયાબાદમાં એક પુરી શાકની દુકાન ઉપર ઈન્કમટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. સામાન્ય પૂરી શાક બનાવીને વેચતા દુકાન

યુપીના ગાઝિયાબાદમાં એક પુરી શાકની દુકાન ઉપર ઈન્કમટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. સામાન્ય પૂરી શાક બનાવીને વેચતા દુકાનદારની આવક કેટલી હોઈ શકે. પરંતુ યુપીની ઈન્કમટેક્સ વિભાગની ટીમે અધધ... લાખો રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી છે. પુરી શાકની દુકાન ઉપર પાડવામાં આવેલા દરોડામાં તપાસ કરતાં અનેક માહિતી સામે આવી છે.
રાજ્યના ટેક્સ વિભાગે યુપીના ગાઝિયાબાદમાં પુરી-સબ્જીની દુકાન પર દરોડા પાડ્યા છે. જેમાં ટીમ 17.85 લાખનો ટેક્સ (જીએસટી) ચોરી કરતી ઝડપાઈ છે. રાજ્યકરે ગત ગુરુવારે દુકાન પર પાડેલા દરોડામાં વધુ માહિતી પ્રકાશમાં આવી છે.
દિલ્હીથી જોડાયેલા એનસીઆરના ગાઝીયાબાદના માલીવાડા ચોક ઉપર 'સૈય્યા જી પુરીવાલે' નામથી પ્રખ્યાત દુકાન છે. ગુરુવારે યુપી સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે ટેક્સ ચોરીને લઈને દુકાન અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 17.85 લાખ રૂપિયાની કરચોરી ઝડપાઈ હતી. GST ટીમને આ દરોડા પાડવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આ માટે ટીમ દ્વારા AI ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ દરોડા અંગે GST વિભાગના એડિશનલ કમિશનર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ટીમ દ્વારા કમ્પાઉન્ડ સ્કીમની તપાસ માટે SOP જારી કરવામાં આવી છે. એસઓપીના આધારે AI ટૂલ્સનો ઉપયોગ કરીને GST ટીમે ગાઝિયાબાદના માલીવાડા ચોક ખાતે આવેલી 'સૈયા જી પુરીવાલે'ની ઓળખ કરી. ઓળખ કર્યાના લગભગ એક મહિના પછી જાણવા મળ્યું કે, સૈયાજી પુરીવાલે SOP સ્કીમના ધોરણો પ્રમાણે યોગ્ય નથી.
ગાઝિયાબાદના પ્રખ્યાત સૈયા જી પુરી વાલે પર પડેલા દરોડાની તપાસ લગભગ 10 કલાક ચાલુ હતી. ગુરુવારે પાડવામાં આવેલા દરોડામાં, પ્રથમ ડેટા વિશ્લેષણમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. જે બાદ SIB દ્વારા ફર્મ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછીથી આઠ અધિકારીઓની ટીમે સૈયા જી પુરી સબ્જીવાળાના ત્યાં દરોડા પાડ્યા હતા. દુકાનદાર કમ્પાઉન્ડ સ્કીમની આડમાં ઓછો ટેક્સ ભરી રહ્યા હતા. તમામ ડેટા એકત્ર કર્યા બાદ જાણવા મળ્યું કે પુરી શાક વેચનારા દુકાનદારે 17.85 લાખ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે.






