'મજૂરના શરીરના થઈ ગયા 6 ટુકડા..', પટના મેટ્રો ટ્રેન સુરંગમાં ટ્રેનની બ્રેક ફેલ થતાં બની આ ઘટના
બિહારના પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં સોમવારે (28મી ઓક્ટોબર) રાત્રે

બિહારના પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં સોમવારે (28મી ઓક્ટોબર) રાત્રે એક દુર્ઘટના સર્જાય હતી. આ ટનલના નિર્માણ દરમિયાન કાટમાળ કાઢવાના મશીનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેમાં 3 શ્રમિકના મોત થયા હતા અને અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હાતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. દુર્ઘટના સમયે અશોક રાજપથ પર NIT ટર્ન નજીક અકસ્માત સર્જોય હતો. જ્યા 25 શ્રમિકો ટનલમાં કામ કરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા અને ઘણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે એક શ્રમિકના શરીરના છ ટુકડા થઈ ગયા હતા. કાટમાળ હટાવવા માટે ટનલની અંદર વપરાતી હાઇડ્રોલિક લિફ્ટ મશીનની બ્રેક ફેલ થતા શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો.
નિર્માણાધીન મેટ્રો ટનલમાં શું થયું?
પટનામાં મેટ્રો ચલાવવા માટે એક ટનલ ખોદવામાં આવી રહી હતી. ટનલ ખોદતી વખતે જે કાટમાળ બહાર કાઢવા માટે તેની અંદર હાઇડ્રોલિક લોકો ટ્રેન ચલાવવામાં આવે છે. આ મશીનના એન્જિનની બ્રેક ફેલ થઈ ગઈ અને તે શ્રમિકો પર ફરી વળી હતી. આ દુર્ઘટના સમયે ટનલની અંદર લગભગ 25 શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બેના મોત થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલોટનું પણ મોત થયું છે, તે ઓડિશાનો રહેવાસી હતો.
પટનામાં મેટ્રો ટનલના નિર્માણ દરમિયાન થયેલી દુર્ઘટના અંગે બિહારના મંત્રી નીતિન નવીને જણાવ્યું હતુ કે, 'અમને બે લોકોના મોત અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. તેમની સારવાર ચાલી રહી છે. અમે પટના ડીએમ અને પટના મેટ્રો પ્રશાસનને તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.'






