Video: સિક્કિમ રાઇડર્સ મીટનો પ્રારંભ

સોર્સ: gstv

સિક્કિમના ડઝોંગુમાં પ્રથમ વખત સિક્કિમ રાઇડર્સ મીટ 2026નો પ્રારંભ થયો છે. આ વિશેષ કાર્યક્રમમાં ભારત સહિત વિદેશના વિવિધ દેશોમાંથી બાઈકર્સ ભાગ લઈ રહ્યા છે. મોટરસાઇકલિંગ પ્રત્યેનો ઉત્સાહ અને બાઈકર્સ વચ્ચે ભાઈચારો વધારવાના ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ રાઇડર્સ મીટ દ્વારા સિક્કિમના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશના બાઈકર્સને સિક્કિમની સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની તક મળી રહી છે. આ કાર્યક્રમથી સ્થાનિક પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત