Video: સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા

સિક્કિમમાં ચક્રવાત અર્નવની અસર વચ્ચે હિમવર્ષા નોંધાઈ છે. પાક્યોંગ જિલ્લામાં આવેલા કુપુપ ગામ અને ગ્નાથાંગ વેલીના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થતાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયો છે. હિમવર્ષાનાં દૃશ્યો સામે આવ્યાં છે, જે સિક્કિમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. ચક્રવાતની અસર વચ્ચે હવામાનમાં આવેલા ફેરફારને પગલે ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા જોવા મળી રહી છે.







