મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: કેદારનાથ ધામમાં અચાનક હવામાન બદલાતા ભારે હિમવર્ષા

સોર્સ: gstv

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા પવિત્ર શ્રી કેદારનાથ ધામમાં અચાનક હવામાન બદલાતા ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે અને તાપમાનમાં ભારે ગરકાવ જોવા મળ્યો છે. આ બદલાતા અને વિષમ હવામાનને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે શ્રદ્ધાળુઓ માટે ખાસ સલાહ જાહેર કરી છે. દર્શન કરવા આવતા તમામ ભક્તોને સંપૂર્ણ તકેદારી રાખવા, ગરમ કપડાં સાથે રાખવા અને હવામાનની સ્થિતિ જોઈને જ યાત્રા આગળ વધારવા માટે અપીલ કરવામાં આવી છે. તીવ્ર ઠંડી છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ છે, પરંતુ તંત્ર દ્વારા સુરક્ષા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો