Video: પાઠશાલામાં રાસ મહોત્સવનો પ્રારંભ

સોર્સ: gstv

આસામના પાઠશાલામાં 51મા પાઠશાલા રાસ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ મહોત્સવનું ઉદ્ઘાટન કરીને 17 દિવસીય ઉજવણીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાસ મહોત્સવ આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પ્રતીક છે. આગામી 17 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રાજ્યપાલે આ પ્રસંગે મહોત્સવની પરંપરા અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત