Video: આસામના કાઝીરંગા અકસ્માતમાં 26નાં મોત બાદ પાઠશાલામાં બસોનું સઘન ચેકિંગ

આસામના બાજાલી જિલ્લાના પાઠશાલામાં બસોની સુરક્ષાને લઈને વહીવટી તંત્રએ વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી છે. કાઝીરંગામાં થયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં 26 લોકોનાં મોત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને પરિવહન વિભાગની સંયુક્ત ટીમે રસ્તા પર દોડતી બસોનું સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી બસો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારી કેટલીક બસો જપ્ત કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચેકિંગ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.
જાહેરાત














