Video: ગુમ પુત્રીની શોધમાં નીકળેલા પિતાની હત્યા, પાંચ આરોપી ઝડપાયા

મધ્યપ્રદેશના મહુમાં ગુમ થયેલી સગીર પુત્રીની શોધમાં નીકળેલા પિતાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રીની શોધખોળ દરમિયાન પિતા પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ, ગુમ થયેલી સગીર પુત્રીના મામલે પોલીસે અપહરણનો ગુનો પણ નોંધ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ગ્રામ્ય પોલીસે તપાસ તેજ કરી છે.
જાહેરાત












