Video: તબીબી વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ

દિલ્હીમાં VMMC અને સફદરજંગ હોસ્પિટલનો આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન તબીબી ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તબીબી ક્ષેત્રમાં સમર્પણ અને સેવાભાવ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજના અધિકારીઓ, તબીબો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહના દૃશ્યો સામે આવ્યા છે.
જાહેરાત














