Video: બસોની સુરક્ષા તપાસ શરૂ

સોર્સ: gstv

કાઝીરંગા બસ દુર્ઘટનામાં 26 લોકોનાં મોતની ગંભીર ઘટના બાદ આસામના બાજપાલી જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે. પાથશાલામાં જિલ્લા વહીવટીતંત્ર અને પરિવહન વિભાગ દ્વારા વિશેષ બસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન રસ્તા પર દોડતી બસોની તપાસ કરવામાં આવી હતી. બસના દસ્તાવેજો, વાહનની સ્થિતિ અને સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. કાઝીરંગા અકસ્માતમાં 26 લોકોનાં મોત બાદ તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી શરૂ કરી છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત અકસ્માતો અટકાવવા તંત્ર દ્વારા બસ સંચાલકોને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત