Video: જ્યાં સુધી પરિવારના સભ્યો બની રહેશો ત્યાં સુધી તમારો બચાવ કરીશ, રેતિ ચોરી મુદ્દે ભાજપના ધારાસભ્યએ ડંકાની ચોટ પર પડકાર ફેંક્યો

ગળામાં ભાજપને ખેસ છે તો તમ તમારે કોઈ પણ બે નંબરના ધંધા કરી શકો છો. આ અમે નહીં પણ વડોદરાના ભાજપના ધારાસભ્ય આડકતરી રીતે ડંકાની ચોટ પર કહી રહ્યાં છે. અને સાથે કહીં પણ રહ્યાં છે કે હું કોઈથી ડરતો નથી. આમતો અવસર સ્નેહ મિલનનો હતો પણ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ રેતિ ચોરીનું ચેપ્ટપ ઉખેર્યું. કહ્યું કે મારી પાસે બધુ જ ઓન રેકોર્ડ છે. રેતી અને માટી ચોરી સહિત ગેરકાયદે ખનન કરનારા તત્વોને ધારાસભ્યે ખુલ્લી ચેતવણી આપી અને સંબોધનમાં તેમણે છોટાઉદેપુર CIDમાં થયેલી અરજી અને તેની તપાસનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે પાર્ટી કાર્યકરોને કહી દીધું કે, જ્યાં સુધી તમે પરિવારના સભ્ય બની રહેશો ત્યાં સુધી તમારો બચાવ કરીશું. ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ભાજપ ધારાસભ્યના ડંકાની ચોટ પર આવેલા નિવેદને રાજ્યના ગૃહ વિભાગને જાણે સીધો પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ નિવેદન બાદ લોકોમુખે ચર્ચા છે કે, શું કોઈ પણ બે નંબરનો ધંધો કરવો હોય તો ભાજપનો ખેસ પહેરો તો થઈ શકે?













