મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સિંધુ નદી પર બંધ બાંધશો તો યુદ્ધ થશે', ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા બિલાવલ ભુટ્ટોની શેખી

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે પાકિસ્તાની પ્રવ

'સિંધુ નદી પર બંધ બાંધશો તો યુદ્ધ થશે', ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા બિલાવલ ભુટ્ટોની શેખી

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે પાકિસ્તાની પ્રવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે કથિત રીતે પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો તેમના દેશના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે. જે બાદ આજે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી છે કે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરશે અને સિંધુ નદી પર બંધ બનાવવાનો પ્રયાસ કરશે તો યુદ્ધ થશે. 

તાજેતરમાં અમેરિકા ગયેલા પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે કથિત રીતે પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો તેમના દેશના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્ર છીએ. અમે તો ડૂબીશું, અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ભારત સિંધુ નદી પર બંધ બાંધવાની ફિરાકમાં છે. અમે રાહ જોઈ રહ્યા છીએ. જેવો તે બંધ બાધશે, અમે 10 મિસાઇલ હુમલા કરી તે તોડી પાડીશું. અમારી પાસે મિસાઇલની અછત નથી. આ નિવેદન બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પણ ઉશ્કેરણીજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરશે અને સિંધુ નદી પર બંધ બનાવવાનો પ્રયાસ કરશે તો યુદ્ધ થશે. 

આ સમાચાર શેર કરો