'ભાજપ ચૂંટણી જીત્યું તો અમિત શાહ બનશે વડાપ્રધાન', કેજરીવાલનો મોટો દાવો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ પત્રકાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ પત્રકાર પરિષદ કરી હતી અને જનતાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને પૂછ્યું કે ભાજપ જીત્યું તો વડાપ્રધાન કોણ બનશે કારણ કે પીએમ મોદી આવતા વર્ષે રિટાયર થઇ રહ્યાં છે.
ભાજપ જીત્યું તો વડાપ્રધાન કોણ બનશે?
અરવિંદ કેજરીવાલે કહ્યું, "આ લોકો ઇન્ડિયા ગઠબંધનને પૂછે છે કે તમારો વડાપ્રધાન કોણ હશે. હું ભાજપને પૂછવા માંગુ છું તેમનો વડાપ્રધાન કોણ હશે. 17 ડિસેમ્બરથી પીએમ મોદી 75 વર્ષના થઇ જશે. આ ભાજપનો નિયમ છે, કેટલાક નેતા રિટાયર થયા છે. એવામાં હવે તેમનો ઇરાદો અમિત શાહને વડાપ્રધાન બનાવવાનો છે. કેજરીવાલે કહ્યું, પીએમ મોદીની ગેરંટીઓને કોણ પૂર્ણ કરશે. મોદીજીને પૂછવા માંગુ છું કે શું અમિત શાહ મોદીની ગેરંટીને પૂર્ણ કરશે?
દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, "આ લોકો યોગીને નીપટાવશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવશે, માટે તમે મોદીના નામ પર નહીં પણ અમિત શાહને મત આપી રહ્યાં છે."






