'તમે ફેલાવેલા દરેક જુઠ્ઠાણા માટે તમને કોર્ટમાં ઢસડીસ, સ્વાતિ માલીવાલે AAP મંત્રીઓ પર લગાવ્યા આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મામલો સતત જોર પકડી રહ્યો છે. દિલ્હી પોલીસે આરોપી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મામલો સતત જોર પકડી રહ્યો છે. દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમાર (કેજરીવાલના ભૂતપૂર્વ પીએ)ની ધરપકડ કરી છે અને કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ એક પછી એક કડીઓ જોડી રહી છે.
આ મામલામાં સોમવારે પોલીસ વિભવ કુમારને સીએમ કેજરીવાલના ઘરે લઈ ગઈ હતી. પોલીસે તે સ્થળ પર ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો. બીજી તરફ આરોપોને લઈને આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલ પર સતત પ્રહારો કરી રહી છે. પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા છે, અને તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.
તમે ફેલાવો છો તે દરેક જુઠ્ઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ
સાંસદ સ્વાતિ માલીવાલે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોતાના પર લાગેલા તમામ આરોપોને લઈને વળતો પ્રહાર કર્યો છે. માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે કહ્યું હતું કે, "ગઈકાલથી દિલ્હીના મંત્રીઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે મારી સામે ભ્રષ્ટાચારની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તેથી મેં આ બધું ભાજપના ઈશારે કર્યું છે.
ગઈકાલથી દિલ્હીના મંત્રીઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે
સ્વાતિ માલીવાલે આગળ લખ્યું, "જ્યા સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું તેમના અનુસાર "લેડી સિંઘમ" હતી અને આજે હું બીજેપીની એજન્ટ બની ગઈ છું? આખી ટ્રોલ આર્મી મારા પર થોપવામાં આવી હતી, કારણ કે મેં સાચું કહ્યું હતું. પાર્ટીના તમામ લોકોને કોલ કરીને કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે સ્વાતિનો કોઈ અંગત વીડિયો છે, તો તેને મોકલો લીક કરવાનો છો.
મારા સગા-સંબધીઓના કારના નંબર પરથી ડિટેલ્સ નીકાડીને તેનું ટ્વીટ કરીને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, જોકે જુઠ્ઠાણું વધારે સમય ટકી નથી રહેતું. પરંતુ સત્તાના નશામાં કોઈને નીચા દેખાડવાના જુનુનમાં એવું ના થાય કે જ્યારે સત્ય બહાર આવશે ત્યારે તમે તમારા પરિવારની આંખોમાં જોઈ શકશે નહીં, તમે ફેલાવો છો તે દરેક જુઠ્ઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ.
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી વિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શનિવારે બપોરે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ સાંજે 4.15 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.








