‘હું પતિ અને પ્રેમી બંને સાથે રહીશ’ : 3 બાળકોની માતાએ ઇલેક્ટ્રિક પોલ પર ચઢી આપી ધમકી
ગોરખપુરના એક ગામમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ત્રણ

ગોરખપુરના એક ગામમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ત્રણ બાળકોની માતા ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ. આ જોઈને આસપાસ ભારે ભીડ જામી ગઈ હતી. આ અંગેની જાણ તાત્કાલિક વીજ નિગમ અને પોલીસને કરવામાં આવી હતી. વીજળી વિભાગે શટડાઉન કરાવ્યું, ત્યારપછી ઘણી સમજાવટ બાદ પોલીસ અને કર્મચારીઓએ મહિલાને નીચે ઉતારી. વીજ નિગમ દ્વારા મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોરખપુરના પીપરાઈચ પોલીસ સ્ટેશન વિસ્તારના કંચનપુરના કબડી રોડ પર બુધવારે બપોરે લોકોએ એક મહિલાને ટ્રાન્સફોર્મરના પોલ પર ચડતી જોઈ. આ જોઈને ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા. આ અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશન અને વીજ નિગમને જાણ કરવામાં આવી હતી. ઘણી જહેમત બાદ પોલીસ અને વિભાગના કર્મચારીઓએ મહિલાને પોલ પરથી નીચે ઉતારી.
પહેલા પતિએ સમજાવ્યું
મહિલાના પતિ તરફથી મળેલી ફરિયાદ મુજબ તેની પત્ની અને ગામના જ એક યુવક વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીએ વાતચીતનો વિરોધ કર્યો અને હોબાળો મચાવતા ઘરની બહાર નીકળી ગઈ અને પછી ઇલેક્ટ્રિક પોલ પર ચઢીને આત્મહત્યા કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પ્રેમી પણ અમારા બધા સાથે એક જ ઘરમાં રહેતો હતો.
અગાઉ પણ અનેકવાર હંગામો મચાવી ચુકી છે
મહિલા ત્રણ બાળકોની માતા છે અને તે ગામના એક યુવક સાથે પ્રેમમાં હતી. મહિલા તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ અંગે તે અગાઉ પણ ઘણી વખત હંગામો મચાવી ચૂકી છે. એક મહિના પહેલા પણ મહિલાએ બીઆરડી મેડિકલ કોલેજના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બચી ગઈ હતી. આ પહેલા પણ તેણીએ રેલ્વે ટ્રેક પર પડીને ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના પતિએ પોલીસને આપેલી ફરિયાદમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો તેની પત્ની આપઘાતનો પ્રયાસ કરશે તો તે તેના માટે જવાબદાર રહેશે નહીં.








