મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નીતીશ કુમાર માટે મેં 9 લોકોની હત્યા કરાવી, જેડીયુ ધારાસભ્ય અનંત સિંહની કબૂલાત

નીતીશ કુમાર માટે મેં 9 લોકોની હત્યા કરાવી, જેડીયુ ધારાસભ્ય અનંત સિંહની કબૂલાત
આ સમાચાર સાંભળો

બિહારના વિવાદિત રાજનેતા અને જેડીયુ સાથે જોડાયેલા ધારાસભ્ય અનંત સિંહના એક તાજેતરના મીડિયા ઈન્ટરવ્યુ અને જાહેર નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં અનંત સિંહ પોતાના જૂના રાજકીય દિવસો અને નીતિશ કુમાર સાથેના સંબંધો વિશે વાત કરતા નજરે પડે છે. મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે તેમને પાર્ટી પ્રત્યેના તેમના સમર્થન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, 'મારા જેટલો ત્યાગ કોણે કર્યો છે? નીતિશ કુમાર તે સમયે કંઈ નહોતા, તે સમયે નીતિશ કુમાર સાથે રહીને મેં મોટું યોગદાન આપ્યું હતું. મને ના તો મરવાનો ગમ છે કે, ના જીવવાની ખુશી, પરંતુ પાર્ટીનું અમે માનીએ છીએ કે, આ અમારી પાર્ટી છે. લોકોને જે માનવું હોય તે માને, મે મારી કુર્બાની આપી છે. લોકોને જે કહેવું હોય તે કહે, નીતિશજી કશુંજ નહોતા, એ વખતે હું તેમની સાથે રહ્યો અને 9-9 મર્ડર પણ કરાવ્યા'

વિવાદીત નિવેદનથી અનેક સવાલ

આ પ્રકારના નિવેદનો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને જાહેર વર્તુળોમાં દેશની કાનૂની વ્યવસ્થા, મીડિયાના પ્રશ્નો પૂછવાની શૈલી અને રાજકીય નેતાઓ સામે થતી કાનૂની કાર્યવાહી અંગે વિવિધ ચર્ચાઓ થઈ છે.

ભારતીય કાયદાકીય પ્રક્રિયા અનુસાર, કોઈપણ વ્યક્તિ દ્વારા મીડિયા કે જાહેર મંચ પર કરવામાં આવતા સનસનાટીભર્યા દાવા અથવા કબૂલાત સીધેસીધી અદાલતમાં ગુનો સાબિત કરવા માટે પૂરતી નથી હોતી.પુરાવાની જરૂરિયાત: ભારતીય પુરાવા અધિનિયમ મુજબ, મીડિયા સમક્ષ કરાયેલી કથિત કબૂલાતોને નબળો પુરાવો માનવામાં આવે છે. તેના માટે પોલીસ તપાસ અને સ્વતંત્ર પુરાવાઓની જરૂર પડે છે.તપાસ એજન્સીઓની ભૂમિકા: આવા વિવાદાસ્પદ નિવેદનો બાદ કાનૂની પ્રક્રિયા હેઠળ એફઆઈઆર નોંધવી અથવા જૂના કેસોની પુનઃતપાસ કરવી કે કેમ તે બાબત તપાસ એજન્સીઓ અને કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે.

આ સમાચાર શેર કરો