મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હું કોઈની પથારીમાં ડોકિયું કરતો નથી, ભાજપ નેતાના શબ્દો સાંભળી સૌ ચોંકી ગયા

હું કોઈની પથારીમાં ડોકિયું કરતો નથી, પરંતુ હવે પતિ-પત્ની સાથે સૂવા છતાં પણ વિરુદ્ધ બાજુએ મોઢું કરી

હું કોઈની પથારીમાં ડોકિયું કરતો નથી, ભાજપ નેતાના શબ્દો સાંભળી સૌ ચોંકી ગયા
  • હું કોઈની પથારીમાં ડોકિયું કરતો નથી, પરંતુ હવે પતિ-પત્ની સાથે સૂવા છતાં પણ વિરુદ્ધ બાજુએ મોઢું કરી સૂઈ જાય છે

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર મધ્યપ્રદેશના રીવાથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ ફરી એકવાર વિચિત્ર નિવેદન આપ્યું છે. જનાર્દન મિશ્રાએ શનિવારે (9 નવેમ્બર) એન્જિનિયરિંગ કોલેજના ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે, આજકાલ લોકો ઓનલાઈન લગ્ન કરી રહ્યા છે. પચાસ-સાઠ વર્ષ પછી ઓનલાઈન બાળકોનો જન્મ થશે ત્યારે તેઓ સ્ટીલના બનેલા હશે કે માંસ અને હાડકાના?

આ પણ વાંચો : 'જો ભાજપ સત્તામાં નહીં આવે તો...', ભાજપના મુખ્યમંત્રી આ શું બોલી ગયા

તેમણે કહ્યું, "તમારે એન્જિનિયરોએ આ પડકાર ઉકેલવો પડશે. કારણ કે મોબાઈલ ફોન તમારા જેવા એન્જિનિયરોએ જ બનાવ્યા છે. હું કોઈની પથારીમાં ડોકિયું કરતો નથી, પરંતુ હવે પતિ-પત્ની સાથે સૂવા છતાં પણ વિરુદ્ધ બાજુએ મોઢું કરી સૂઈ જાય છે. બંને મોબાઈલને પ્રેમ કરે છે અને તેમાં જ રચ્યાપચ્યા રહે છે. જેના કારણે પતિ-પત્ની એકબીજાની સામે મોઢું કરવાને બદલે વિરુદ્ધ દિશામાં મોઢું કરીને સૂઈ જાય છે."

સાંસદની વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા
શનિવારે રીવા સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રીવાના સાંસદ જનાર્દન મિશ્રાને મંચ પર બોલવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે એવું જ્ઞાન આપ્યું કે કાર્યક્રમમાં હાજર પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની સાથે સ્ટેજ પર હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

જનાર્દન મિશ્રા ચર્ચામાં રહે છે
આ પહેલા 9 સપ્ટેમ્બરે રીવામાં બ્રહ્મરત્ન એવોર્ડ સમારોહ દરમિયાન જનાર્દન મિશ્રાએ ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાની સામે બ્રાહ્મણ સમુદાય પર ટિપ્પણી કરી હતી. આ દરમિયાન જ્યારે મંચ પર હાજર એક વ્યક્તિએ તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો તો સાંસદે કહ્યું, બેસો, તમારે સાંભળવું પડશે.

જનાર્દન મિશ્રાએ કહ્યું હતું કે, "આજે જો કોઈને સૌથી વધુ પસ્તાવો કરવાનો અધિકાર છે, તો તે બ્રાહ્મણ સમુદાય છે. આજે સમાજની નવી પેઢી એ જ આચરણથી પીડાઈ રહી છે જે આપણા પૂર્વજોએ અપનાવી હતી."

આ સમાચાર શેર કરો