'જો ભાજપ સત્તામાં નહીં આવે તો...', ભાજપના મુખ્યમંત્રી આ શું બોલી ગયા

-
'કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો'
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ માટે હિન્દુઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને લોકોને આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે એકજૂથ રહેવા વિનંતી કરી. સરમાએ રાજ્યના લોકોને કહ્યું કે 'અમે બાબરને અયોધ્યામાંથી હટાવ્યો હતો' તેવી જ રીતે આમને સત્તા પરથી હટાવવાની હાકલ કરી છે.
આ પણ વાંચો : ઝારખંડમાં મતદાન પહેલા IT વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે દરોડા
ઝારખંડમાં વધી રહેલી બાંગ્લાદેશી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી
મુખ્યમંત્રીએ ઝારખંડમાં વધી રહેલી બાંગ્લાદેશી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી અને ચેતવણી આપી કે જો તેના પર અંકુશ નહીં આવે તો તે રાજ્યની મહિલાઓ માટે ગંભીર ખતરો બની જશે. રાંચીમાં કાંકેની રેલીમાં સરમાએ કહ્યું, 'કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો'. સરમા ઝારખંડમાં ભાજપના ચૂંટણી સહ-પ્રભારી પણ છે.
હિમંતા બિસ્વા સરમાએ લોકોને ચેતવણી આપી
આસામના સીએમએ લોકોને ચેતવણી આપી હતી કે, 'જો ભાજપ સત્તામાં નહીં આવે તો ઘૂસણખોરો ઘરો પર હુમલો કરશે અને મહિલાઓને ગંભીર જોખમમાં મૂકશે. જેમ અયોધ્યામાંથી બાબરને હાંકી કાઢયો હતો, તેમ ઝારખંડને લૂંટનારા આલમગીર આલમ અને ઈરફાન અન્સારી જેવા મંત્રીઓને પણ બહાર કાઢી નાખીશું.'

