'મહિલા છું, માલ નહીં...', શિવસેના ઉમેદવાર શાઈના એનસી ઉદ્ધવની પાર્ટીના સાંસદ પર ભડકી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન ભરાયા બાદ હવે જોરશોરથી પ્રચાર પ્રસાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન ભરાયા બાદ હવે જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. દરમિયાન શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ અરવિંદ સાવંતે શિંદે જૂથના ઉમેદવાર શાઇના એનસીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અરવિંદ સાવંતે શિંદે જૂથમાંથી ચૂંટણી લડી રહેલી શાઇના પર સવાલો ઉઠાવતા કહ્યું કે, આપણે ત્યાં ચૂંટણીમાં ઈમ્પોર્ટેડ માલ ચાલતો નથી. અરવિંદના આ નિવેદન પર વિવાદ વધી ગયો છે અને તેના જવાબમાં શાઈનાએ વુમન કાર્ડ રમતાં કહ્યું કે, હું એક મહિલા છું, માલ નહીં.
આ પણ વાંચોઃ કર્ણાટકના દેવીરામમા મંદિરમાં નાસભાગમાં અનેક શ્રદ્ધાળુ ઘાયલ, પહાડ ઉપરથી લપસતાં હાથ પગ તૂટ્યા
હકિકતમાં એકનાથ શિંદેની શિવસેનાએ મુંબાદેવી સીટ પરથી શાઇના એનસીને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અમીન પટેલનો સામનો કરશે. શાઇના એનસી વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે અને મુંબઈની ગ્લેમર જગતમાં પ્રખ્યાત વ્યક્તિત્વ છે. અગાઉ તે ભાજપની પ્રવક્તા હતી.
આ પણ વાંચોઃ 'જેટલી પૂરી કરી શકો એટલી જ લોકોને ગેરંટી આપો', પોતાની સરકાર પર ભડક્યા કોંગ્રેસ અધ્યક્ષ
શાઇનાને મહાયુતિના ઉમેદવાર બનાવવા પર અરવિંદ સાવંતે કહ્યું, તેમની હાલત જુઓ. આખી જિંદગી ભાજપમાં રહ્યા અને શિંદે સેના તરફથી ટિકિટ મળી. અહીં ઈમ્પોર્ટેડ ચાલશે નહીં. અહીં આયાતી માલ કામ કરતો નથી. આપણે ત્યાં ઓરિજીનલ માલ ચાલે છે. અમીન પટેલ જ મૂળ ઉમેદવાર છે.
'સ્ત્રીનું સન્માન કરી શકાતું નથી'
શાઈનાએ ઉદ્ધવ જૂથના સાંસદ સાવંતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા વળતો જવાબ આપ્યો. શાયના એનસીએ કહ્યું, તેઓ મહિલાનું સન્માન કરી શકતા નથી. એક સક્ષમ મહિલા, જે એક વ્યાવસાયિક હોવા સાથે રાજકારણમાં આવે છે. તેના માટે તમે આવા શબ્દો વાપરો છો? અમે બધાએ 2014 અને 2019 માં મોદીજીના નેતૃત્વમાં તમારા માટે કામ કર્યું, તેથી તમારી સ્થિતિ સન્માનજનક છે. તમે મુશ્કેલીમાં છો તેનું કારણ એ છે કે તમે સ્ત્રીને માલ કહી રહ્યા છો.
શાઈનાએ કહ્યું કે, કોઈ પણ મહિલા તેના સન્માન માટે ચૂપ નહીં રહે. અરવિંદ સાવંત જાણે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી જે નીકળી પડી છે. લોકો તેને બેહાલ કરશે. તેઓ મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું તે જાણતા નથી. શાઈનાએ X પર લખ્યું, હું એક મહિલા છું, માલ નથી.
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સાવંતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ નિવેદન જોઈ અને સાંભળીને મને દુઃખ થયું છે. આ પીડાદાયક છે. શરમજનક અને નિંદનીય છે. રાજકીય મહિલા માટે આવા પ્રકારની ટિપ્પણી ખૂબ જ પીડાદાયક છે.
જણાવી દઈએ કે અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપ આ વખતે વર્લીથી શાઈના એનસીને ઉમેદવાર બનાવી શકે છે. જો કે, આ બેઠક એકનાથ શિંદેના ખાતામાં આવી ત્યારે તેઓએ ત્યાંથી મિલિંદ દેવરાને ઉમેદવાર બનાવ્યા. શિવસેનાએ મુંબાદેવી સીટ પરથી શાઈનાને મેદાનમાં ઉતારી છે.







