Assembly Election 2026 :તમિલનાડુ-બંગાળમાં 23 એપ્રિલે મતદાન, આસામ-કેરળ, પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન

Assembly Election 2026 : દેશના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે એટલે કે, રવિવારે સાંજે 4 વાગ્યે દિલ્હી ખાતેથી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી હતી. આ ઉપરાંત ગુજરાતની એક બેઠકની ચૂંટણી જાહેર કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વિજ્ઞાન ભવનમાં પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં પુરો થવાનો છે.
પાંચેય રાજ્યો માટે 2021ની ચૂંટણીઓની જાહેરાત 26 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. ગયા વર્ષે બંગાળમાં આઠ તબક્કામાં, આસામમાં ત્રણ તબક્કામાં અને તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 17.4 કરોડ મતદારો અને 824 બેઠકો છે. હું યુવાનો અને પહેલી વાર મતદાન કરનારાઓને તેમના જીવનની સૌથી મોટી જવાબદારી નિભાવવા અપીલ કરું છું. તેમણે મતદાન કરવું જ જોઈએ.
આસામ-કેરળ, પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન
તમિલનાડુ-બંગાળમાં 23 એપ્રિલે મતદાન; 4 મેના રોજ પરિણામ જાહેર થશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.
5 રાજ્યોની 824 બેઠકો પર ચૂંટણી
પશ્ચિમ બંગાળ: 294 બેઠકો
તમિલનાડુ: 234 બેઠકો
કેરલમ: 140 બેઠકો
આસામ: 126 બેઠકો
પુડુચેરી: 30 બેઠકો
પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા 7 મેના રોજ, તમિલનાડુનો 10 મેના રોજ, આસામનો 20 મેના રોજ અને કેરલમનો 23 મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે 15 જૂનના રોજ સમાપ્ત થાય છે.

