રામ-કૃષ્ણની તુલના કરી વિવાદમાં ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી, કેમેરા સામે હાથ જોડીને માંગી માફી

રામ-કૃષ્ણની તુલના કરી વિવાદમાં ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી, કેમેરા સામે હાથ જોડીને માંગી માફી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. એક કથા દરમિયાન ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતી વખતે તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓ સામે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ આક્રમક બનતા જ આખરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કેમેરા સામે હાથ જોડીને પોતાની વાત પર સફાઈ આપવી પડી છે અને સ્વીકાર્યું છે કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ છે.

રામ-કૃષ્ણની તુલના અને ગીતથી ભડક્યો વિવાદ

જાહેરાત

કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ વચ્ચે તુલના કરતા કહ્યું હતું કે, ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ વાંકું (ટેઢા) છે. અયોધ્યાનું નામ કેટલું સરળ અને સીધું છે, જ્યારે વૃંદાવનનું નામ અટપટું છે. વાંસળી વગાડવી એ તો રમત પણ છે, પરંતુ ધનુષ્ય ચલાવવું એ કોઈ રમત નથી.

આ નિવેદનો અને ગીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શ્રીકૃષ્ણના ભક્તો અને નેટિઝન્સે તેમના પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા હતા.

હાથ જોડીને માફી માંગી, કહ્યું- ક્યારેક જોશમાં બોલાઈ જાય

વિરોધનો સૂર તેજ થતાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને માફી માંગવાની મુદ્રામાં સામે આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એક વાત કહું… ક્યારેક વિનોદ (મજાક)માં અમે કંઈ પણ બોલી જઈએ છીએ. તેનો અર્થનો અનર્થ ન કાઢવો જોઈએ. મારાથી ભૂલ થઈ જ જાય છે. ક્યારેક જોશમાં બોલી જવાય છે તો ક્યારેક ભાવમાં બોલી જવાય છે. મેં જે કહ્યું તે ખોટું હતું અને મારે એવું નહોતું કહેવું જોઈતું. મેં કથામાં કહી દીધું કે કૃષ્ણજી તો વાંકા છે અને રામજી સીધા છે, તો તેમાં શું ખોટું કહ્યું? ઠાકુરજી તો ત્રિભંગી છે જ ને. આ અમે ભક્તિભાવમાં કહ્યું હતું. અમારા પોતાના નામમાં પણ કૃષ્ણ જોડાયેલું છે. જેની સાથે વધારે પ્રેમ હોય તેની સાથે જ આવી લાડ લડાવતી વાતો કરવામાં આવતી હોય છે. હું કોઈ ભગવાન કૃષ્ણનો વિરોધી નથી, હું પોતે ઠાકુરજીનો પરમ ભક્ત છું.

સૂરદાસ અને ગોપીઓના 'વિનોદ'નું આપ્યું ઉદાહરણ

પોતાના નિવેદનનો બચાવ કરવા માટે તેમણે ભક્તિકાળના સાહિત્યનો સંદર્ભ આપ્યો હતો. તેમણે મહાકવિ સૂરદાસનું ઉદાહરણ આપતાં કહ્યું કે સૂરદાસે પણ પોતાના પદોમાં ઠાકુરજી માટે અનોખા ભાવો વ્યક્ત કર્યા છે. ગોપીઓ પણ ભમરાને જોઈને 'તું પણ કાળો છે' કહીને કૃષ્ણ સાથે નિર્દોષ વિનોદ કરતી હતી. સંસારમાં રામ અને કૃષ્ણ બંને નામ અત્યંત સુંદર અને વંદનીય છે, તેથી વાતોનો ખોટો અર્થ કાઢવો યોગ્ય નથી.

બ્રજના સંતનો કિસ્સો અને ટ્રોલર્સ પર વળતો પ્રહાર

બ્રજ ભૂમિના એક પ્રસંગને યાદ કરતા તેમણે કહ્યું કે એક સંત કહેતા હતા કે રામજી તો માટીની મૂર્તિ છે; શું ખરેખર રામજી માટીની મૂર્તિ છે? એ સંતનો પોતાનો ભાવ હતો. તેવી જ રીતે હું પણ માત્ર ભાવના આવેશમાં બોલી ગયો હતો. મારી અંતરની ભાવના ક્યારેય કોઈનું અપમાન કરવાની નહોતી. આજકાલ ભારતમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો કોઈને રાતોરાત પ્રખ્યાત થવું હોય, તો બસ બાબા બાગેશ્વરનો વિરોધ કરવા લાગો. ફેમસ થવા માટે લોકો કોઈપણ વાતને વળગી પડે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત