Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : https://bit.ly/SuratCourtAcidAttack

Surat news: ફેમિલી કોર્ટમાં ખૂની ખેલ: જજની નજર સામે જ પતિએ પત્ની પર ફેંક્યું એસિડ, બાદમાં પોતે પણ ઝેર ગટગટાવ્યું

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: ફેમિલી કોર્ટમાં ખૂની ખેલ: જજની નજર સામે જ પતિએ પત્ની પર ફેંક્યું એસિડ, બાદમાં પોતે પણ ઝેર ગટગટાવ્યું
સોર્સ : GSTV

Surat news: સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી ફેમિલી કોર્ટમાં આજે એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીપૂર્ણ ઘટના બની છે. ભરણપોષણ અને છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન એક ઝનૂની પતિએ ન્યાયધીશની હાજરીમાં જ પોતાની પત્ની પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

App Store

2007થી ચાલતા વિવાદનો કરુણ અંજામ
મળતી માહિતી મુજબ, આરોપી વિનોદ ભાણુશાલી અને તેની પત્ની વચ્ચે વર્ષ 2007થી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. આજે ભરણપોષણના કેસમાં સુનાવણી હતી, જે દરમિયાન આવેશમાં આવી ગયેલા વિનોદે પત્ની પર એસિડ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તરત જ આરોપી પતિએ પોતે પણ ઝેર પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આરોપી એસિડની બોટલ લઈને પાંચમા માળ સુધી કેવી રીતે પહોંચ્યો, તે એક મોટો પ્રશ્ન છે. વકીલ મુકેશભાઈ બાંધણીયાના જણાવ્યા અનુસાર, આરોપી વિનોદ અગાઉ પણ પત્નીની હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો. કોર્ટ જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રકારે હુમલો થતા વકીલો અને પક્ષકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી આવ્યો હતો. પોલીસે એસિડ ફેંકનાર વિનોદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ (FSL)ની ટીમ દ્વારા પણ નમૂના લેવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.