જીન્સ- ટીશર્ટ પહેરી ભિંડની ગલીઓમાં બદમાશોને મારતી, બાઈક ઉપર ફરતી છોકરી કેવી રીતે બની સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
એનઆઈએ કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર

એનઆઈએ કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદી તરીકેનું કલંક સહન કરવું પડ્યું. સંઘર્ષના સમયમાં કેન્સરગ્રસ્ત પણ થયા. પરંતુ આ અસાધ્ય રોગ ઉપર કાબુ મેળવ્યો. ભોપાલથી લોકસભા સાંસદ રહી ચૂકેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરનું બાળપણ મધ્યપ્રદેશના ભિંડની ગલીઓમાં વિત્યું.
ભિંડની ગલીઓમાં બદમાશોને પાઠ ભણાવવા માટે જીન્સ અને ટી-શર્ટ પહેરીને બાઇક પર ટૂંકા વાળવાળી એક છોકરી ફરતી હતી. નાનપણથી જ હિન્દુત્વના વિચારોના પ્રચાર માટે સમર્પિત પ્રજ્ઞા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સભ્ય બની અને વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીમાં પણ જોડાઈ. આ જ છોકરી પાછળથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામથી આખા દેશમાં પ્રખ્યાત થઈ.
વર્ષ ૨૦૦૨ની સાલમાં 'જય વંદે માતરમ જન કલ્યાણ સમિતિ'ની પણ રચના કરી. તેમના પિતાએ કહ્યું હતું કે આ સંગઠન દ્વારા પ્રજ્ઞા સિંહ ઠાકુર તેવી છોકરીઓને પાછી લાવવાનું કામ કરતી હતી. જેને અન્ય સમુદાયના છોકરાઓ લઈને ભાગી જતા હતા.
સ્વામી અવધેશાનંદ ગિરીથી પ્રભાવિત થતા પ્રજ્ઞા ઠાકુર સાધ્વી બન્યાં. ઇન્દોરમાં રાષ્ટ્રીય જાગરણ મંચની સ્થાપના કરી. આ રાષ્ટ્રિય જાગરણ મંચના કામ અર્થે તેઓ દેશભરમાં ફર્યા. એ દરમિયાન 2008માં મહારાષ્ટ્ર ATS દ્વારા તેમની ધરપકડ થતાં તેમનું નામ અચાનક આખા દેશમાં ગુંજી ઉઠ્યું. માલેગાંવ વિસ્ફોટમાં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે આતંકવાદી ઘટનામાં સામેલ બાઇક સાધ્વી પ્રજ્ઞા સિંહના નામે રજીસ્ટર્ડ થયેલી હતી.
29 સપ્ટેમ્બર, 2008 ના રોજ મુંબઈથી લગભગ 200 કિમી દૂર માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં ફીટ કરાયેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરાયો હતો. આ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા અને 100થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.






