મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તાજમહલમાં બે યુવકોએ ચડાવ્યું ગંગાજળ, હિન્દુ મહાસભાએ કર્યો દાવો

Taj Mahal : અખિલ ભારત હિન્દુ મહાસભાએ દાવો કર્યો છે કે શનિવારે બે યુવકોએ તાજમહેલમાં

VIDEO: તાજમહલમાં બે યુવકોએ ચડાવ્યું ગંગાજળ, હિન્દુ મહાસભાએ કર્યો દાવો

Taj Mahal : અખિલ ભારત હિન્દુ મહાસભાએ દાવો કર્યો છે કે શનિવારે બે યુવકોએ તાજમહેલમાં ગંગા જળ ચઢાવ્યું. અખિલ ભારતીય હિંદુ મહાસભા સાથે જોડાયેલા બંને યુવકોનો ગંગા જળ ચડાવતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

તાજમહલમાં ગંગાજળ ચઢાવવા મામલે માહિતી આપતા આગ્રાના એડીસીપી સિટી સૂરજ રાયે જણાવ્યું કે, શનિવારે બે યુવકોએ તાજમહેલમાં ગંગા જળ ચઢાવ્યું હતું. બંને યુવકો બોટલોમાં ગંગાજળ લઈને પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તાજમહલમાં હાજર સુરક્ષાકર્મીઓને તેની ખબર નહોતી પડી. બંને યુવકો અખિલ ભારત હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એડીસીપી સિટી સૂરજ રાયના જણાવ્યા અનુસાર, ગંગાજળ ચડાવવા બદલ બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓળખ વિનેશ અને શ્યામ તરીકે થઈ છે. આ કેસમાં બંનેની પૂછપરછ કરીને આવું કૃત્ય શા માટે કર્યું તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા સોમવારે અખિલ ભારત હિન્દુ મહાસભાની મીરા રાઠોડ કાવડ સાથે તાજમહેલ પહોંચી હતી. જોકે પોલીસે તેમને અંદર જવા દીધા ન હતા. તો બીજા દિવસે બે યુવકોએ તાજમહેલમાં ગંગા જળ ચડાવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે

આ સમાચાર શેર કરો