'કેજરીવાલની જેમ મને પણ જામીન આપવામાં આવે', સુપ્રીમ કોર્ટમાં હેમંત સોરેન
જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ વિરૂદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સ

જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ વિરૂદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને 17 મે સુધી જવાબ આપવા કહ્યું છે. કોર્ટમાં હેમંત સોરેન તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે અરવિંદ કેજરીવાલને પ્રચાર માટે જામીનનો ઉલ્લેખ પણ કર્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું, 'મારો કેસ પણ અરવિંદ કેજરીવાલ જેવો જ છે, ચૂંટણી પ્રચાર માટે જામીન જોઇએ.' જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ ED પાસે જવાબ માંગ્યો છે.
સુનાવણીની શરૂઆતમાં જ જસ્ટિસ ખન્નાએ સોરેનના વકીલ કપિલ સિબ્બલને પૂછ્યુ કે શું જમીન હેમંત સોરેનના કબ્જામાં હતી. સિબ્બલ તરફથી ભાર આપતા કહેવામાં આવ્યું કે જમીન પર સોરેનનો કબ્જો નહતો. સિબ્બલે કહ્યું, 'જમીન ક્યારેય પણ કબ્જામાં નહતી, જમીન સાથે કોઇ લેવા દેવા નથી. આ નિવેદનને દર્જ કરી શકાય છે.'
કપિલ સિબ્બલે કહ્યું કે જો કેસમાં લાંબી તારીખ આપવામાં આવી તો તે (સોરેન) પક્ષપાતનો શિકાર બનશે. સિબ્બલે સોરેનનો પક્ષ મુકતા કહ્યું, 'મારો કેસ પણ કેજરીવાલ જેવો જ છે અને મારે પણ પ્રચાર અભિયાન માટે જામીનની જરૂર છે.' પીઠે કહ્યું કે આ અઠવાડિયે વધારે કામ છે અને ઘણા કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે 20 મેની તારીખ બદલવા પર અનિચ્છા દર્શાવી હતી પરંતુ સોરેન તરફથી હાજર રહેલા વકીલ સિબ્બલ અને સીનિયર વકીલ અરૂણાભ ચૌધરીના અનુરોધ પર સુનાવણીની તારીખ બદલીને 17 મે કરવામાં આવી હતી.






