મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુણેમાં હેલિકોપ્ટર ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત

મહારાષ્ટ્રના પુણેમાં આજે સવારે મોટી દુર્ઘટના થઈ છે. પુણેમાં હેલિકોપ્ટરે ઉડાન ભર્યાની થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થય

પુણેમાં હેલિકોપ્ટર ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત

મહારાષ્ટ્રના પુણેમાં આજે સવારે મોટી દુર્ઘટના થઈ છે. પુણેમાં હેલિકોપ્ટરે ઉડાન ભર્યાની થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ રમાં અકસ્માતનો ભોગ બન્યો હતો.

 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોત

આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણેમાં એક પ્રાઈવેટ કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતા અકસ્માત થયો હતો. ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. હેલિકોપ્ટર જુહુ (મુંબઈ) થી હૈદરાબાદ તરફ ઉડી રહ્યું હતું.

આ સમાચાર શેર કરો