મુંબઈમાં ભારે વરસાદ બન્યો આફત, રાજસ્થાનમાંથી ચોમાસાની વહેલી વિદાય
દેશના ઘણા વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પર્વતીય

દેશના ઘણા વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પર્વતીય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસાની વાપસી થઈ રહી છે. IMD અનુસાર પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ફરવાનું શરૂ કરી દીધું છે. આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું પાછું આવ્યું છે. રાજસ્થાનમાંથી ચોમાસાની વહેલી વિદાય થઈ છે. જે સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે. સમગ્ર દેશમાંથી 15 ઓક્ટોરબરે ચોમાસું વિદાય લે છે.
10 વર્ષમાં પહેલીવાર સમય પહેલાં ચોમાસાની વિદાય
જણાવી દઈએ કે આ વર્ષે દેશમાં ચોમાસાએ સમય પહેલાં દસ્તક આપી હતી. જોકે, હવે ચોમાસાની વિદાય પણ સમય કરતાં વહેલી થઈ છે. વર્ષ 2015માં 4 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. જોકે, દેશના ઘણા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે.
ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે?
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસાની વિદાય ટાણે આગામી 2-3 દિવસમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
મુંબઈમાં ભારે વરસાદ
રવિવારે જ હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદ અંગે ચેતવણી જારી કરી હતી. હાલમાં, મુંબઈમાં સતત વરસાદથી જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે મુંબઈ, થાણે અને રાયગઢમાં વરસાદ અંગે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ગાજવીજ સાથે ખૂબ જ તીવ્ર વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હીથી યુપી સુધી હવામાન કેવું રહેશે?
IMD ના અપડેટ મુજબ, આજે દિલ્હી-NCR માં વાદળોની ગતિવિધિ જોવા મળી શકે છે. જોકે, વરસાદની શક્યતા ઘણી ઓછી છે. યુપીના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. બિહાર અને ઝારખંડના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.








