મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પરીક્ષા રદ કરવાનો છેલ્લો વિકલ્પ હોવો જોઇએ', NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની ધરાવતી ત્રણ જજની બેન્ચે NEET અરજીઓ પર સુનાવણી કરી હતી. આ પીઠના નેત

'પરીક્ષા રદ કરવાનો છેલ્લો વિકલ્પ હોવો જોઇએ', NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની ધરાવતી ત્રણ જજની બેન્ચે NEET અરજીઓ પર સુનાવણી કરી હતી. આ પીઠના નેતૃત્ત્વ ભારતના મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને બે અન્ય જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રા કરતા હતા. CJIએ કહ્યું કે અરજી કરનાર તરફથી હાજર થયેલા તમામ વકીલ આ વાત પર પોતાની દલીલ રજૂ કરશે કે ફરી પરીક્ષા કેમ થવી જોઇએ અને કેન્દ્ર તારીખોની યાદી પણ આપશે અને અમે આ ઘટનાને બુધવારે સાંભળી શકીએ છીએ. CJI પણ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ છે કે કોર્ટમાં કૂલ 38 અરજીઓ પર સુનાવણી થઇ છે જેમાંથી 34 અરજીઓ વિદ્યાર્થી, ટીચર્સ અને કોચિંગ ઇંસ્ટીટ્યૂટ્સે દાખલ કરી છે જ્યારે 4 અરજી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ લગાવી છે.

કેન્દ્ર સરકારે રી-એક્ઝામ પર શું કહ્યું?

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સામે રી-એક્ઝામને લઇને પોતાનો પક્ષ મુક્યો છે. શિક્ષણ મંત્રાલયે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરીને NEET એક્ઝામ રદ કરવાની માંગનો વિરોધ કર્યો હતો. સરકારે સોગંદનામામાં કહ્યું કે કથિત ગડબડ માત્ર ગોધરા અને પટણા કેન્દ્રમાં થઇ હતી અને વ્યક્તિગત ઉદાહરણોના આધાર પર પરીક્ષા રદ ના કરવી જોઇએ. પેપર લીક કેસમાં CBI તપાસ કરી રહી છે. આ વાતો શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના ડાયરેક્ટર વરૂણ ભારદ્વાજે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં કહી છે.

પરીક્ષા રદ કરવી અંતિમ ઉપાય : CJI

NEET પેપર લીક મામલે સીજેઆઈએ પૂછ્યું કે આ પેપર લીકને કારણે કેટલાં વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા? ક્યાં છે વિદ્યાર્થીઓ? 23 જૂને 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાઈ હતી. શું હજુ પણ આપણે ખોટું કામ કરનારાઓને શોધી રહ્યા છીએ? શું વિદ્યાર્થીઓ મળ્યાં? અમારા મતે તો પરીક્ષા રદ કરવી એ જ અંતિમ ઉપાય રહેશે કેમ કે તેમાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે.

આ સમાચાર શેર કરો