મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડોક્ટરોની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવશે,  હડતાળ સમેટવા સ્વાસ્થ્ય મંત્રાલયની અપીલ 

કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઈની નિવાસી ડૉક્ટર સામે રેપ બાદ મર્ડરની ઘટના બાદ સમગ

ડોક્ટરોની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવશે,  હડતાળ સમેટવા સ્વાસ્થ્ય મંત્રાલયની અપીલ 

કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઈની નિવાસી ડૉક્ટર સામે રેપ બાદ મર્ડરની ઘટના બાદ સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. દેશભરમાં મોટી હોસ્પિટલોમાં ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (FORDA), ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને દિલ્હીની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિવાસી ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે મુલાકાત કરી હતી. 

 દિલ્હીમાં તમામ મેડિકલ એસોસિએશનોએ તેમની માંગણીઓ રજૂ કરી. જેમાં તેમના કાર્યસ્થળ પર સ્વાસ્થ્ય કર્મીઓની સલામતી અને સુરક્ષા અંગેની તેમની ચિંતાઓ સંબંધિત હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રતિનિધિઓની માંગણીઓ સાંભળી અને ડોકટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી. સાથે જ ડોક્ટરોને હડતાળ સમેટી લેવા જણાવ્યું હતું.

તમામ એસોસિએશનના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિથી વાકેફ છે અને તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ છે. એવું અવલોકન કરાયું હતું કે, 26 રાજ્યોએ પહેલાથી જ તેમના રાજ્યોમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે કાયદો પસાર કર્યો છે.

સરકારે ડોક્ટરોની સુરક્ષા માટે યોગ્ય ઉપાયો બતાવવા એક સમિતિ બનાવવાનું આશ્વાસન આપ્યું છે. તમામ હિતધારક પ્રતિનિધિઓને પોતાનો આઈડિયા આપવા માટે કહેવામાં આવશે. 

આ સમાચાર શેર કરો