એચડી કુમારસ્વામીની તબિયત બગડી, નાકમાંથી અચાનક વહેવા લાગ્યું લોહી
કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને નાકમાંથી લોહી નીકળવાન

કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને નાકમાંથી લોહી નીકળવાને કારણે રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સ્ટેજ પર હતા ત્યારે અચાનક તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તે રૂમાલ વડે લોહી વહેતું અટકાવતા જોવા મળ્યા હતા. તેમને તાકીદે જયનગર એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને થોડા કલાકો સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. બેંગલુરુની એક હોટલમાં JDS અને BJPના નેતાઓ સાથે સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ HD કુમારસ્વામીની તબિયત બગડી હતી.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અને તેમના નિવાસસ્થાને પરત ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "મેં ત્રણ વખત હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે અને હું લોહી ગંઠાઈ જવાથી બચવા માટે બ્લડ થિનર લઉં છું. જ્યારે હું તણાવમાં હોઉં તો જો હું બીમાર હોઉં,પૂરતો આરામ ન કરું, તો મારા માટે નાકમાંથી લોહી નીકળવું સામાન્ય વાત છે. તેમણે કહ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોને શાંત રહેવા અનુરોધ પણ કર્યો હતો.
"ચિંતા કરવાની જરૂર નથી"
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી મારી પાસે તમારી શુભકામનાઓ, ભગવાનની કૃપા અને માતા-પિતાના આશીર્વાદ છે ત્યાં સુધી કોઈ ખતરો નથી. તેમણે કહ્યું, "લોકોએ મને વિશ્વાસ સાથે દિલ્હી મોકલ્યો છે. હું તે વિશ્વાસ તોડીશ નહીં. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. મારે થોડો આરામ કરવાની જરૂર છે." વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "92 વર્ષીય ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા (તેમના પિતા) આવતીકાલે સંસદમાં કાવેરી મુદ્દો ઉઠાવશે. ડીએમકે અને અન્ય સભ્યો વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ કરશે. મારે ત્યાં તેમની સાથે રહેવું પડશે,"
"મારી તબિયત બહુ ખરાબ નથી."
એચડી કુમારસ્વામીએ કહ્યું, "હું મારી સ્થિતિ પર નજર રાખીશ અને દિલ્હી જવાનો નિર્ણય લઈશ. મારી તબિયત બહુ ખરાબ નથી, તેથી હું એક અઠવાડિયા પછી યોજાનારી 'પદયાત્રા'માં ભાગ લઈ શકું છું. જો હું ભાગ લઈ શકીશ નહીં તો, તો નિખિલ કુમારસ્વામી ધારાસભ્યો સાથે પદયાત્રામાં જોડાશે, પાર્ટી કાર્યકર્તાઓને ચિંતા કરવાની જરૂર નથી.








