હરિયાણામાં ભાજપે લગાવી જીતની હેટ્રિક, બહુમતનો આંકડો પાર કર્યો
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે.હરિયાણામાં ફરી વલણ બદલાયું છે. ભાજપ હવે કોંગ્રેસ કરત

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે.હરિયાણામાં ફરી વલણ બદલાયું છે. ભાજપ હવે કોંગ્રેસ કરતા આગળ થઇ ગયું છે અત્યાર સુધી શરૂઆતના વલણમાં ભાજપ 48, કોંગ્રેસ 36 બેઠક પર આગળ ચાલી રહ્યું છે જ્યારે INLD 1 અને અન્ય 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર હરિયાણામાં અત્યાર સુધી 14 બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના 9 ઉમેદવાર જીત્યા છે જ્યારે ભાજપના 5 ઉમેદવારે જીત મેળવી છે.
રેસલર વિનેશ ફોગાટ જીતી
કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે જીત મેળવી છે.
નૂંહ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત બાદ શું કહ્યું?
સુરજેવાલાએ કહ્યું- 70 બેઠકો જીતીશું
કૈથલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ ચૂંટણી પરિણામો પહેલા દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે 70 બેઠકો જીતશે અને 10 વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવશે.
સૈનીએ કહ્યું- ભાજપે હારે તો જવાબદારી મારી
હરિયાણાના મુખ્યમંત્રી તથા ભાજપ નેતા નાયબ સૈનીએ મતગણતરી અગાઉ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભાજપને જીત મળશે. અમારી સરકાર લોકોના કામ કરતી રહેશે.








