મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુરુવંતસિંહ પન્નુ પંજાબમાં બનાવી રહ્યો છે પોતાનું આતંકી નેટવર્ક, વિદેશથી મળી રહ્યું છે ફંડિગ; NIAનો ઘટસ્ફોટ

ખાલિસ્તાની જૂથોની નવી રણનીતિને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસ દરમિ

ગુરુવંતસિંહ પન્નુ પંજાબમાં બનાવી રહ્યો છે પોતાનું આતંકી નેટવર્ક, વિદેશથી મળી રહ્યું છે ફંડિગ; NIAનો ઘટસ્ફોટ

ખાલિસ્તાની જૂથોની નવી રણનીતિને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ખાલિસ્તાની જૂથો કાશ્મીરની તર્જ પર પંજાબમાં તેમના સ્થાનિક મદદગારોનું નેટવર્ક બનાવવામાં વ્યસ્ત છે, જેથી તેઓ તેમની અસ્થિરતાની યોજનાને અમલમાં મૂકી શકે. કેનેડા અને પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓની સૂચના પર સ્થાનિક મોડ્યુલમાં યુવાનોની ભરતી કરવામાં આવી રહી છે. આતંકીઓના પ્લાનને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કાઉન્ટર પ્લાન તૈયાર કર્યો છે.

આ પણ વાંચોઃ 'આતંકના આકાઓએ દેશ છોડવો પડશે,નક્સલવાદ અંતિમ શ્વાસ ગણે છે', કેવડિયામાં PM મોદીની ચેતવણી

અહેવાલો અનુસાર, સ્થાનિક મોડ્યુલ દ્વારા મોટા પાયે વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી છે. વિદેશમાં બેઠેલા આતંકવાદી આકાઓ આ પૈસા દ્વારા ખાલિસ્તાન ચળવળના અભિયાનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ષડયંત્રનો પર્દાફાશ 

NIAએ ઘણાં અલગ-અલગ કેસોમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને તેના કાર્યકર્તાઓ માટે ભંડોળ એકત્ર કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક મદદગારો દ્વારા પાકિસ્તાન બોર્ડરથી ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ પંજાબમાં મોકલવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ પાકિસ્તાન સરહદેથી ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોકલવામાં પણ સામેલ છે.

વિદેશમાંથી ફંડ આવી રહ્યું છે!

અહેવાલો અનુસર, પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી (ISI) પંજાબમાં સક્રિય ખાલિસ્તાન સમર્થક આતંકીઓ અને ગેંગસ્ટરોનો સહારો લઈ રહી છે. પંજાબમાં સક્રિય ગેંગસ્ટરો દ્વારા સ્થાનિક મોડ્યુલ અથવા સ્થાનિક મદદગારોને વિદેશમાંથી ભંડોળ મળી રહ્યું છે. પાકિસ્તાનમાં છુપાયેલો આતંકી હરવિંદર સિંહ રિંડા અને કેનેડામાં રહેતો આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પંજાબમાં પોતાનું નેટવર્ક વિસ્તારવા અભિયાન ચલાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો