મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

માઉન્ટ આબુના જંગલમાં ગુજરાતી દંપતીએ ઝેર પી મોતને કર્યું વ્હાલું

ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન

માઉન્ટ આબુના જંગલમાં ગુજરાતી દંપતીએ ઝેર પી મોતને કર્યું વ્હાલું

ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ફરવા ગયેલાં ગુજરાતી કપલે પહેલાં આપઘાતનો પ્રયાસ કર્યો અને બાદમાં પોતાને મોતના મુખમાંથી બહાર કાઢવા મદદ માટે ફોન કર્યો. એકદમ ફિલ્મો જેવી લાગતી આ ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચઢાવ્યા છે. 

ગુજરાતના સુરેન્દ્રનગરના રહેવાસી યુવક અને યુવતી બે દિવસ પહેલાં રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાતે ગયું હતું. જે ત્યાંની એક ખાનગી હોટેલમાં રોકાયા હતાં. બાદમાં હોટેલ સ્ટાફ પાસે પૂછપરછ કરી ફરવા માટે તેઓએ નજીકમાંથી એક સ્કૂટર ભાડે લીધું અને આબુના જંગલો જોવા નીકળી પડ્યાં. બુધવારે (26 ફેબ્રુઆરી) બપોરે હોટેલમાંથી નીકળી ગુરૂ શિખરથી શૂટિંગ પોઇન્ટ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે એકાએક હોટેલના એક કર્મચારીને ફોન આવ્યો, સામેથી આ કપલનો અવાજ આવી રહ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરી રહ્યા હતાં. કર્મચારીએ તુરંત પોલીસને ફોન કરી જણાવ્યું કે, એક કપલે શૂટિંગ પોઇન્ટ પાસે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં. પરંતુ, બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

 
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, 'હોટેલના કર્મચારીનો ફોન આવ્યા બાદ અમે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જવા નીકળી ગયા હતાં. જંગલમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા બાદ આ કપલ અમને બેભાન અવસ્થામાં મળ્યું. બાદમાં અમે સ્થાનિક લોકોની મદદથી બંનેને ગ્લોબલ હોસ્પિટલ લઈ ગયાં. જોકે, ત્યાં સારવાર દરમિયાન પહેલાં યુવતીનું અને તેના લગભગ એક કલાક બાદ યુવકનું મોત નિપજ્યું હતું. બાદમાં અમે બંનેના પરિવારજનોને આ મામલે જાણ કરી અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યા છે. જોકે, હજુ સુધી કપલે આપઘાત કેમ કર્યો તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. અમે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.'

આ સમાચાર શેર કરો